Home Gujarat Amit Shah Gujarat Visit Ahmedabad Gandhinagar Development Projects

PM મોદી બાદ હવે અમિત શાહ પણ આવશે ગુજરાત : આ 2 તારીખના રોજ અમદાવાદ-ગાંધીનગરને આપશે કરોડોના વિકાસકાર્યોની ભેટ

Amit Shah Gujarat Visit
Published by: Nirali Gohil
Last Updated: May 13, 2026, 06:42 AM IST

Amit Shah Gujarat Visit: પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ બાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આગામી ૧૬ અને ૧૭ મેના રોજ પોતાના વતન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. બંગાળમાં પક્ષની સક્રિયતા બાદ અમિત શાહનું ગુજરાત આગમન રાજકીય દૃષ્ટિએ પણ અત્યંત મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેઓ સ્થાનિક સ્તરે સંગઠનને મજબૂત કરવા માટે પણ સમય ફાળવશે. ગૃહમંત્રીના આ પ્રવાસને પગલે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર બંને શહેરોમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ તૈયાર છે, જે જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે. આ પ્રવાસ માત્ર વિકાસકાર્યો પૂરતો મર્યાદિત ન રહેતા, આગામી સમયની રાજકીય વ્યૂહરચના માટે પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે.

અમદાવાદ મનપા: લોકાર્પણ અને કોર્પોરેટરો સાથે સંવાદ

અમિત શાહના પ્રવાસના પ્રથમ દિવસે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) હેઠળના વિવિધ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

  • અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા જનહિતના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમના હસ્તે થશે.

  • સૌથી મહત્વની બાબત એ છે કે, અમિત શાહ AMCના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો સાથે એક ખાસ મુલાકાત કરશે. આ બેઠકમાં તેઓ કોર્પોરેટરોને જનસેવા અને સંગઠનના કાર્યો અંગે માર્ગદર્શન પૂરું પાડે તેવી શક્યતા છે.

હવે મંત્રીઓની ગાડીઓની આગળ-પાછળ નહીં દેખાય કાફલો!: ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગાંધીનગરને મળશે 600 કરોડના વિકાસ કામોની ભેટ

પોતાના મતક્ષેત્ર ગાંધીનગર પ્રત્યે વિશેષ ધ્યાન આપતા અમિત શાહ ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ અને લોકાર્પણ કરશે.

  • ગાંધીનગર મનપા વિસ્તારમાં અંદાજે 600 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સ સાકાર થવા જઈ રહ્યા છે.

  • આ પ્રોજેક્ટ્સમાં પીવાના પાણીની સુવિધા, ડ્રેનેજ સિસ્ટમ, સ્માર્ટ સિટી અંતર્ગત રોડ-રસ્તા અને બગીચાઓના વિકાસનો સમાવેશ થાય છે.

  • પાટનગરના નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે આ પ્રોજેક્ટ્સ સીમાચિહ્નરૂપ સાબિત થશે.

ગુજરાતમાં “વન ટાઈમ પોન્ઝી સ્કીમ”: Gift City માં 400 કરોડના રોકાણ કૌભાંડનો ભાંડો ફૂટ્યો!

16 અને 17 મેના પ્રવાસનું આયોજન

બે દિવસીય કાર્યક્રમ અનુસાર, અમિત શાહ 16 મેના રોજ અમદાવાદમાં વ્યસ્ત રહેશે, જ્યારે 17 મેના રોજ ગાંધીનગરના કાર્યક્રમોમાં હાજરી આપશે. પશ્ચિમ બંગાળના પરિણામો અને ત્યાની રાજકીય સ્થિતિ બાદ અમિત શાહ પ્રથમ વખત ગુજરાતના જાહેર કાર્યક્રમોમાં દેખાવાના હોવાથી કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને પક્ષના મોવડી મંડળ સાથે પણ ટૂંકી બેઠકો યોજી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now