અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ચર્ચામાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ટૂંક સમયમાં ભારત સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે. ટૂંક સમયમાં અમેરિકા અને ભારતીય અધિકારીઓ ટેબલ પર બેસીને વેપાર કરાર પર હસ્તાક્ષર કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ એક કાર્યક્રમમાં વેપાર અંગે કહ્યું હતું કે, દરેક દેશ અમેરિકા સાથે વેપાર કરવા માંગે છે. અમેરિકાએ ગઈકાલે જ ચીન સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બીજી એક મોટી ડીલ થવા જઈ રહી છે અને તે કદાચ ભારત સાથે પણ થઈ શકે છે. અમેરિકાએ ચીન માટે વેપાર માર્ગો ખોલ્યા છે અને હવે અમેરિકા ભારત માટે વેપાર માર્ગો ખોલવા જઈ રહ્યું છે પરંતુ અમેરિકા સાથેના વેપાર માર્ગો દરેક દેશ માટે ખોલવામાં આવશે નહીં. દરેક દેશ સાથે વેપાર થશે નહીં.
2 એપ્રિલે અમેરિકાએ ભારતથી આવતા કેટલાક માલ પર 26 ટકા વધારાનો ટેરિફ લગાડવાની જાહેરાત કરી હતી. જોકે, તેને 90 દિવસ માટે મુલતવી રાખવામાં આવ્યો છે. હવે આ ટેક્સ 9 જૂલાઈ પછી ફરીથી લાગુ થઈ શકે છે. ટ્રમ્પે આ ડીલ વિશે વાત કરીને મોટા સંકેતો આપ્યા છે. ભારત આ વધારાના ટેક્સમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવા માંગે છે. બીજી તરફ અમેરિકા ઇચ્છે છે કે ભારત તેને કેટલીક ખાસ પ્રોડક્ટ્સ પર ટેક્સમાં છૂટ આપે.






