Home International America Shocked America Before Pm Modi Visit To Japan Crisis On Investment Of 48 Lakh Crores

PM મોદીના જાપાન પ્રવાસ પહેલાં અમેરિકાને ઝટકો : 48 લાખ કરોડના રોકાણ પર મોટું સંકટ

PM મોદીના જાપાન પ્રવાસ પહેલાં અમેરિકાને ઝટકો
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 03:46 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારથી જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે. તેમના પ્રવાસના ઠીક એક દિવસ પહેલાંઐ જાપાને અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે. જાપાનના મુખ્ય વેપાર વાર્તાકાર ર્યોસેઈ અકાઝાવા ગુરુવારે અમેરિકા સાથે 550 અબજ ડોલરના રોકાણ પેકેજ પર ચર્ચા કરવા જવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમણે તેમનો પ્રવાસ રદ્દ કરી દીધો. આ નિર્ણયથી અમેરિકાને આ રોકાણ મળવામાં વિલંબ થઈ શકે છે.

શું છે આ ડીલ અને ટેરિફનો મામલો?

અમેરિકાએ અન્ય દેશોની જેમ જાપાનની વસ્તુઓ પર પણ 25% ટેરિફ (આયાત શુલ્ક) લગાવ્યો છે. આ ટેરિફ ઘટાડવા માટે બંને દેશો વચ્ચે આ રોકાણ પેકેજ પર વાતચીત ચાલી રહી હતી. જાપાનના રોકાણના બદલામાં, અમેરિકા જાપાનથી થતી આયાત પરનો ટેરિફ 25% થી ઘટાડીને 15% કરવા સંમત થયું હતું. આ ડીલથી બંને દેશોને ફાયદો થવાનો હતો, પરંતુ હવે પ્રવાસ રદ્દ થવાથી આ પ્રક્રિયા અટકી ગઈ છે.

શા માટે રદ્દ થયો પ્રવાસ?

જાપાન સરકારના પ્રવક્તા યોશિમાસા હયાશીએ આ પ્રવાસ રદ્દ થવા પાછળનું કારણ જણાવતાં કહ્યું કે અમેરિકી પક્ષ સાથે સંકલન દરમિયાન કેટલાક વહીવટી સ્તરના મુદ્દાઓ પર ચર્ચા કરવાની જરૂર હતી, તેથી આ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. આ નિવેદન સ્પષ્ટપણે દર્શાવે છે કે વડાપ્રધાન મોદીના જાપાન પ્રવાસ બાદ જ આ રોકાણ પેકેજ પર આગળ વાતચીત થઈ શકે છે.

આ ડીલ માટે અમેરિકા પણ ખૂબ ઉત્સાહિત હતું. અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લ્યુટનિકે આ અઠવાડિયે જ જાપાનના 550 અબજ ડોલરના રોકાણની જાહેરાત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે આ રોકાણ "અમારું પૈસા છે" અને અમેરિકા આ ​​લાભનો 90% હિસ્સો પોતાની પાસે રાખશે. જાપાની અધિકારીઓએ આ નિવેદન સાથે અસહમતિ વ્યક્ત કરી હતી, જે બંને દેશો વચ્ચેના મતભેદનો સંકેત આપે છે.

આ પ્રવાસ રદ્દ થવાથી ભલે અમેરિકાને ઝટકો લાગ્યો હોય, પણ હવે સૌની નજર વડાપ્રધાન મોદીના જાપાન પ્રવાસ પર છે, કારણ કે તેમના અને જાપાનના વડાપ્રધાન વચ્ચેની વાતચીત બાદ જ આ ડીલનું ભવિષ્ય નક્કી થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?
અમેરિકા-ઈરાન યુદ્ધ વચ્ચે નવા કોરોના વેરિઅન્ટે વિશ્વની ચિંતા વધારી
ડોલર પર હવે ટ્રમ્પની સહી
US-Israelના હુમલા વચ્ચે પણ ઈરાન થયું માલામાલ!
હવે જામશે ખરાખરીનો જંગ!