Home International America Russia And China Have 5th Generation Fighter Aircraft Know What Is The Plan Of Indian Air Force

કેટલા દેશો પાસે છે 5th gen ફાઈટર પ્લેન? : કયું પ્લેન છે સૌથી શ્રેષ્ઠ?

કેટલા દેશો પાસે છે 5th gen ફાઈટર પ્લેન?
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2025, 03:41 AM IST


કોઈપણ દેશની સૈન્ય શક્તિને મજબૂત કરવા વાયુસેનાને મજબૂત કરવી ખૂબ જ જરૂરી છે. ભારત પણ આ દિશામાં સતત કામ કરી રહ્યું છે. બેંગાલુરુમાં આયોજિત એરો ઇન્ડિયા શોમાં પણ આ જ જોવા મળ્યું. એરો ઇન્ડિયામાં ભારતીય વાયુસેનાના તમામ ફાઈટર જેટ્સ હાજર રહ્યાં. તો અમેરિકા અને રશિયાના 5th genના વિમાનો પણ જોવા મળ્યા.
આજે અમે તમને જણાવીશું કે કયા દેશો પાસે હાલમાં 5th gen ફાઈટર જેટ્સ છે.

એરો ઇન્ડિયા
ભારતીય વાયુસેનાએ બેંગાલુરુમાં એરો ઇન્ડિયા 2025નું આયોજન કર્યું. જેમાં પોતાની તાકાતનું પ્રદર્શિત કરી. એરો ઇન્ડિયા 2025ના છેલ્લા દિવસે, બેંગાલુરુના યેલહંકા એર ફોર્સ સ્ટેશન પર એક અદભૂત એર શો યોજાયો હતો. રશિયન અને USની પાંચમી પેઢીના લડાકુ વિમાનો અહીં જોવા મળ્યા. જેમાં અમેરિકા 5th genનું ફાઇટર જેટ F-35 લાવ્યું હતું, જ્યારે રશિયા પાંચમી SU-57 લાવ્યું હતું. માહિતી અનુસાર હવે અમેરિકા અને રશિયા બંનેએ ભારતને ફાઈટર જેટ્સની ઓફર આપી છે.

5th genના ફાઈટર જેટ્સ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા બાદ F-35 ફાઈટર જેટ્સ પર ચર્ચા તેજ થઈ ગઈ છે. ટ્રમ્પે પીએમ મોદી સાથેની મુલાકાત બાદ પત્રકાર પરિષદમાં કહ્યું, "અમે ભારતમાં અમારા શસ્ત્રોનું વેચાણ વધારી રહ્યા છીએ. F-35 5th gen ફાઇટર જેટ છે જે લોકહીડ માર્ટિન દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જો કે, આ વિમાનને બનાવવામાં ઘણો સમય લાગ્યો છે, કારણ કે આ વિમાન 2006થી શરૂ થયું હતું. તે 2015 માં US એર ફોર્સ કમિશન કરવામાં આવ્યું હતું. તે સૌથી મોંઘુ વિમાન પણ છે. અમેરિકા F-35 ફાઇટર પ્લેન પર સરેરાશ 82.5 મિલિયન ડોલર અથવા લગભગ 715 કરોડ રૂપિયા ખર્ચ કરે છે.

કયા દેશો પાસે 5th gen વિમાનો?

અમેરિકા, રશિયા અને ચીન હાલમાં દુનિયામાં 5th genના લડાકુ વિમાનો ધરાવે છે. જો ભારત F-35 વિમાન ખરીદશે તો આ પહેલીવાર હશે જ્યારે ભારત પાસે અમેરિકાનું ફાઇટર જેટ હશે. હાલમાં ભારત પાસે અમેરિકાનું એક પણ ફાઇટર જેટ નથી. જો કે, આ સિવાય ભારત પોતે 5th genનું ફાઇટર જેટ બનાવી રહ્યું છે, જેમાં બેથી ત્રણ વર્ષનો સમય લાગશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક