2 વર્ષથી ચાલી રહેલા યુક્રેન-રશિયા યુદ્ધમાં યુક્રેન પોતાના છેલ્લા શ્વાસ સુધી લડવાની તૈયારી બતાવી ચૂક્યું છે. બીજી બાજુ રશિયા માટે આ યુદ્ધ ઇજ્જતનો સવાલ બની ગયું છે. તેવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી યુક્રેનને મોટો ઝટકો આપી શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ હેઠળ અમેકરિકા યુક્રેન સાથેના વ્યાપક શાંતિ કરારના ભાગ રૂપે રશિયા દ્વારા ક્રિમીઆના જોડાણને માન્યતા આપવાનું વિચારી રહ્યું છે. આ સંભવિત નીતિ પરિવર્તનનો હેતુ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના નિરાકરણને ઝડપી બનાવવાનો છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વિદેશ સચિવ માર્કો રુબિયોએ ધીમી ગતિએ ચાલતા વાટાઘાટોની પ્રક્રિયા પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે સંકેત આપ્યો છે કે જો અમેરિકા ઇચ્છે છે તેવા પરિણામો ટૂંક સમયમાં પ્રાપ્ત નહીં થાય, તો અમેરિકા વાટાઘાટોમાંથી દૂર ખસી શકે છે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે લાંબી વાટાઘાટો અમેરિકાની સતત સંડોવણી માટેનું સમર્થન નબળી પાડે છે.
મહત્વનું છેકે યુક્રેન સામે એક બાજુ મિનરલ ડીલ અને બીજી બાજુ ક્રિમીઆની માન્યતા આપવાની આડકતરી ધમકી આપી એક બાજુ ટ્રમ્પે યુક્રેનને મોટુ ટેન્શન આપી રહ્યા છે. જો કે ટ્રમ્પની આ બેધારી નીતિને કારણે આખા યુરોપે યુક્રેનને સમર્થન જાહેર કર્યું છે. રશિયા યુક્રેન યુદ્ધને અને અમેરિકાની બદલી રહેલી નીતિ અને આખા યુરોપનું યુક્રેન સાથે ઊભું રહેવું વૈશ્વિક કૂટનીતિમાં બદલાઇ રહેલી ધારણાઓને દર્શાવી રહ્યું છે. તેવામાં ઝેલેન્સ્કીએ મિનરલ ડીલ ઠુકરાવી દેતાં ટ્રમ્પ હવે ક્રિમીઆના નામે યુક્રેન પર દબાણ બનાવવાની કોશીશ કરી રહ્યા હોવાનું જાણકારો માની રહ્યા છે.





