Ameesha Patel: બોલિવૂડમાં પોતાના સ્પષ્ટવક્તા અંદાજ માટે જાણીતી અમીષા પટેલે ફરી એકવાર ઉદ્યોગની વાસ્તવિકતા પર કટાક્ષ કર્યો છે. તેમણે યુવા અભિનેત્રીઓને ચેતવતાં કહ્યું છે કે "ફક્ત બે ફિલ્મો પછી પોતાને સુપરસ્ટાર ન માનો" અને નકલી પીઆરના આધારે નંબર-1 ટેગ લગાવવાની પ્રથા પર પ્રહાર કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં અમીષાએ લખ્યું,
"તમારી જાતને ફક્ત ત્યારે જ સુપરસ્ટાર કહો જ્યારે તમે એવું કંઈક કર્યું હોય જે ઇતિહાસ રચે અને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવે. ત્યાં સુધી, પોતાને સુપરસ્ટાર સાબિત કરવા માટે પીઆર ગેમ્સ રમવાનું બંધ કરો. માફ કરશો, પણ આ કઠોર સત્ય છે."
"₹100 કરોડ કમાતી ફિલ્મ હવે મોટી વાત નથી"
બીજી પોસ્ટમાં અમીષાએ વર્તમાન સમયની વાસ્તવિકતા ઉજાગર કરી. તેમણે કહ્યું,
"આ 2026 છે, 2000 નહીં. આજે ₹100 કરોડ કમાતી ફિલ્મ મોટી વાત નથી." તેમણે એવી અભિનેત્રીઓ પર પણ નિશાન સાધ્યું જેઓ એક પણ 200 કરોડની ફિલ્મ આપ્યા વિના પીઆર ટીમને પૈસા આપીને પોતાને નંબર-1 કે નંબર-2 કહેવડાવે છે.
આ પણ વાંચો: વિરાટ કોહલીથી માંડીને રોનાલ્ડો સુધીના દિગ્ગજોના લાખો ફોલોઅર્સ ગાયબ : જાણો શું છે આ ‘ગ્રેટ પર્જ ઓફ 2026’?
અમીષાએ પોતાની સફળતાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું,
"મેં એક નહીં, ત્રણ સૌથી મોટી સોલો બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે - ‘કહો ના પ્યાર હૈ’, ‘ગદર’ અને ‘ગદર 2’. આ ત્રણેય મારા સહ-કલાકારો માટે પણ સૌથી મોટી હિટ રહી છે. પરંતુ મારી પીઆર મશીનરી તે બધા કરતા ઘણી નબળી છે."
Gadar 3 ની મોટી જાહેરાત
અમીષાએ ‘’ Gadar 3ના ઈશારા કરતાં લખ્યું કે ફિલ્મ થિયેટરોમાં આવશે ત્યારે સનસનાટી મચી જશે."ભગવાનની કૃપાથી 500 કરોડ આ ફ્રેન્ચાઇઝી માટે ન્યૂનતમ છે. આ વખતે સ્કેલ અને સ્ક્રિપ્ટ વધુ વિસ્ફોટક બનવા જઈ રહી છે."યાદ રહે કે ‘ગદર 2’ (2023)એ બોક્સ ઓફિસ પર ₹500 કરોડથી વધુની કમાણી કરીને બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. અમીષા પટેલના આ સ્પષ્ટ અને બેધડક નિવેદનોએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ સર્જ્યો છે.





