લોકપ્રિય કોમેડિયન અને બિગ બોસ વિજેતા મુનાવર ફારુકી બીજી વખત પિતા બન્યા છે.
મનોરંજન જગતના જાણીતા કલાકાર મુનાવર ફારુકી માટે ખુશીના સમાચાર આવ્યા છે. મુનાવર અને તેની બીજી પત્ની મેહઝબીન કોટવાલાના ઘરે નાનકડી પરીનું આગમન થયું છે. લગ્નની બીજી વર્ષગાંઠ પહેલા જ આ કપલના ઘરે પુત્રીનો જન્મ થતા ચાહકોમાં અને પરિવારમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર ફેન્સે પાઠવ્યા અભિનંદન
મેહઝબીન કોટવાલાએ સોશિયલ મીડિયા પર હોસ્પિટલના કેટલાક ફોટા અને સંકેતો શેર કર્યા હતા, જેનાથી આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. મુનાવરના ચાહકો આ સમાચાર સાંભળીને સોશિયલ મીડિયા પર સતત અભિનંદન પાઠવી રહ્યા છે. નોંધનીય છે કે મુનાવરને તેના પહેલા લગ્નથી એક પુત્ર પણ છે.
શાંતિપૂર્ણ રીતે કર્યા હતા બીજા લગ્ન
મુનાવર ફારુકીએ May 2024 માં મેકઅપ આર્ટિસ્ટ મેહઝબીન કોટવાલા સાથે અત્યંત ખાનગી રીતે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. લગ્ન બાદ મુનાવરે ધીમે ધીમે સોશિયલ મીડિયા પર મેહઝબીન સાથેના ફોટા શેર કરવાનું શરૂ કર્યું હતું.
લગ્નની ૨જી વર્ષગાંઠ પહેલા ભેટ
મુનાવર અને મેહઝબીન ટૂંક સમયમાં જ તેમની લગ્નની 2nd એનિવર્સરી ઉજવવાના છે. આ ખાસ દિવસ પહેલા જ પુત્રીનો જન્મ થતા કપલ માટે આ એક મોટી ભેટ માનવામાં આવી રહી છે. મુનાવર અત્યારે તેના કરિયર અને પર્સનલ લાઈફ બંનેમાં ખૂબ જ ખુશ જોવા મળી રહ્યો છે.





