Home Gujarat Amc Seals 7 Schools Without Bu Permission

AMC એ BU પરવાનગી વગરની 7 શાળાઓ સીલ કરી : વાલીઓમાં ચિંતા, શિક્ષણ ક્ષેત્રમાં ભારે હલચલ

AMC એ BU પરવાનગી વગરની 7 શાળાઓ સીલ કરી
Published by: OBS Bureau
Last Updated: Dec 19, 2025, 05:47 AM IST

Ahmedabad BU Permission : અમદાવાદમાં બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન વગર ચાલી રહેલી શાળાઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 7થી વધુ પ્રાયમરી સ્કૂલોને BU પરમિશન ન હોવાના કારણે સીલ કરવામાં આવી છે, જેના કારણે શિક્ષણ ક્ષેત્રમાં ભારે હલચલ મચી ગઈ છે.

AMC એ BU પરવાનગી વગરની 7 શાળાઓ સીલ કરી

AMC દ્વારા નિયમિત તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ શાળાઓમાં બિલ્ડિંગ યુઝ માટે જરૂરી પરમિશન લેવામાં આવી નથી. નિયમોનું ઉલ્લંઘન થતાં મ્યુનિસિપલ તંત્રએ કોઈ છૂટછાટ ન આપતાં સીધી કાર્યવાહી કરી શાળાઓને સીલ કરી દીધી છે. આ પગલાંથી શાળા સંચાલકો તેમજ વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

શાળાઓ પાસે હજુ BU પરમિશન નથી?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ શાળા સંચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જે શાળાઓ પાસે હજુ BU પરમિશન નથી, તેઓ તાકીદે જરૂરી દસ્તાવેજો સાથે BU પરમિશન મેળવી લે. નિયમોનું પાલન નહીં કરાય તો આગળ પણ આવી કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી AMC દ્વારા આપવામાં આવી છે. આ ઘટનાને કારણે શહેરના શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચા શરૂ થઈ છે અને આગામી દિવસોમાં વધુ તપાસ અને કાર્યવાહી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now