Ambalal Patel Prediction about Rainfall: ઉનાળો ચાલુ હોવા છતાં ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં વરસાદને લઈને મહત્ત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાત પર આગામી 36 કલાક ભારે છે. ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. રાજ્યના કેટલાંક ભાગોમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ પર ઊભી થઈ શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છેકે, ગુજરાતમાં હવે મેઘરાજા ધડબડાટી બોલાવવા તૈયાર છે. ખાસ કરીને રાજ્યમાં આગામી 36 કલાક વરસાદી સંકટવાળા રહી શકે છે. ગુજરાતના ઘણાં ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. ભારે વરસાદને પગલે રાજ્યના કેટલાંક ભાગોમાં પૂરની સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે.
અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, નવસારી, સુરત અને મહારાષ્ટ્ર ના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે.આ ઉપરાત મઘ્ય ગુજરાત ના ભાગો વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. એટલું જ નહીં રાજ્યના અરવલ્લી, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદના કેટલાંક ભાગોમાં પણ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છેકે, ગુજરાતમાં થનારા ભારેથી અતિભારે વરસાદની અસર અમદાવાદમાં પણ જોવા મળશે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલાં નીચાણવાળા એરિયામાં વરસાદને કારણે સ્થિતિ વિકટ બની શકે છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની યોગ્ય અને ત્વરિત વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આ વખતના ચોમાસામાં અમદાવાદીઓની હાલત ખરાબ થશે એ નક્કી છે. તારીખ 26 થી 30 માં એક વહન આવી રહ્યું છે, આ વહન જબરું હોવાથી આગામી ચોમાસું જબરું રહેશે.
ગુજરાતીઓને અભણ કહેનારા ખડગે પર બગડ્યા 'દાદા': "કોંગ્રેસની સંકુચિત માનસિકતા દર્શાવે છે આવા નિવેદન"






