Home Gujarat Ambalal Patel Predicts Extremely Heavy Rain

અંબાલાલ પટેલની સૌથી 'ઘાતક' આગાહી! : આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે પડશે વરસાદ, 8 થી 10 ઇંચ ખાબકશે, નદીઓ થશે બે કાંઠે

અંબાલાલ પટેલની સૌથી 'ઘાતક' આગાહી!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 09:56 AM IST

ગુજરાતમાં વધુ એક વરસાદના રાઉન્ડની આગાહી અંબાલાલ પટેલે કરી છે. તેમણે આગાહી કરી છે કે, 'આગામી દિવસોમાં ગુજરાતમાં તડકાવાળા વાતાવરણ વચ્ચે પણ વરસાદના ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા સાથે પવનની ગતિમાં વધારો થવાની સંભાવના છે.
આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
અબાલાલ પટેલે જણાવ્યું કે, '10 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ સર્જાઈ રહી છે, જેના કારણે મહીસાગર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. પાટણ, મહેસાણા, વિસનગર અને હારીજમાં પણ વરસાદ થવાની શકયતા છે''
22 જુલાઈથી હવામાનમાં ફરી પલટો આવશે
તેમણે વધુમાં કહ્યું કે, ''22 જુલાઈથી હવામાનમાં ફરી પલટો આવી શકે છે. બંગાળના ઉપસાગરમાં સતત સિસ્ટમો સર્જાઈ રહી છે, જેના કારણે 24 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે, જે નદીઓમાં પાણીનો પ્રવાહ વધશે તેવી પણ ચેતવણી આપી છે''
નદીઓ બે કાંઠે થશે
નર્મદા નદી બે કાંઠે વહેવાની શકયતા છે અને સાબરમતી નદીનું જળસ્તર પણ વધવાની સંભાવના છે. જુલાઈ મહિનામાં કેટલાક નાના ડેમો ઓવરફલો થવાની પણ શક્યતા છે. તળાવો, બંધો અને ડેમો હજી પણ પૂરતા ભરાઈ શકે છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now