Home International Amazon Founder Jeff Bezoss 480 Crore Wedding

એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના ''મોંઘેરા'' લગ્ન : ₹480 કરોડ ખર્ચ, 55 વર્ષની લોરેનની 61 વર્ષના જેફ સાથે જામી જબરી જોડી!

એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના ''મોંઘેરા'' લગ્ન
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 09:47 AM IST

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને પત્રકાર લોરેન સાંચેઝએ ઇટાલીના વેનિસમાં લગ્ન કર્યા છે. જે લગ્નમાં લગભગ 200 મહેમાનો હાજર રહ્યા હતા. લગ્ન માટે ત્રણ દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જેફ બેઝોસ અને પત્રકાર લોરેન ઇટાલીના વેનિસમાં એક ભવ્ય સમારોહ પણ યોજ્યો હતો. સાંચેઝે શુક્રવારે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નની પૂષ્ટિ કરી હતી,
જેફ બેઝોસના લગ્નમાં અધધ થયો ખર્ચ...
લોરેન સાંચેઝએ તેના લગ્નમાં ડોલ્સે એન્ડ ગબ્બાના દ્વારા ડિઝાઇન કરાયેલી ખાસ સફેદ ડ્રેસ પહેરી હતો. આ ડ્રેસ તૈયાર કરવામાં 1.5 વર્ષનો સમય લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્નનો ખર્ચો 46.5 થી 55.6 મિલિયન ડોલર એટલે કે, લગભગ 400-480 કરોડ રૂપિયાની વચ્ચે થયો છે.
બિલ ગેટ્સ સહિત મહેમાનો લગ્નમાં રહ્યાં હાજર
આ મોંઘેરા લગ્નમાં બિલ ગેટ્સ, ઓપ્રાહ વિન્ફ્રે, કિમ અને ક્લો કાર્દાશિયન, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને અશર સહિતની મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. બેઝોસે મહેમાનોને ખાસ ભેટ પણ આપી હતી. પુરુષ મહેમાનોને વાદળી મખમલ વેનેટીયન ચંપલ આપવામાં આવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત