બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન પત્ની દ્વારા પતિ સામે લગાવવામાં આવેલા નપુંસકતાના આરોપો માનહાનિ (બદનક્ષી) તરીકે ગણાતાં નથી. કોર્ટનું કહેવું છે કે આવા આરોપો "કાનૂની પ્રક્રિયાનો ભાગ" છે અને પત્ની પોતાના હિતોની રક્ષા માટે આ પ્રકારના દાવાઓ કરી શકે છે.
કેસનું પૃષ્ઠભૂમિ:
આ ચુકાદો ન્યાયમૂર્તિ એસ.એમ. મોડકે દ્વારા 17 જુલાઈના રોજ આપવામાં આવ્યો હતો, જેને 1 ઓગસ્ટે જાહેર કરવામાં આવ્યો. કોર્ટ સમક્ષ આવેલા કેસમાં એક પતિએ પોતાની પત્ની સામે બદનક્ષીનો કેસ કર્યો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેની પત્નીએ છૂટાછેડાની અરજી તથા FIRમાં તેને "નપુંસક" તરીકે રજૂ કરી તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યો છે.
કોર્ટે શું કહ્યું?
ન્યાયમૂર્તિ મોદકેના શબ્દોમાં:
"પત્ની પાસે એ હક છે કે તે લગ્નજીવનમાં થયેલી ક્રૂરતા અથવા અન્ય સમસ્યાઓ સામે અવાજ ઉઠાવી શકે. નપુંસકતાનો દાવો, જો તે છૂટાછેડાનો આધાર હોય, તો કાનૂની રીતે યોગ્ય છે."
કોર્ટએ કહ્યું કે:
નપુંસકતાના દાવાઓ છૂટાછેડાના કાયદાકીય મુદ્દા તરીકે માન્ય છે.
તેવા આરોપોનો ઉદ્દેશ બદનક્ષી કરવાનો ન હોય, પરંતુ વ્યક્તિગત હિતોની રક્ષા કરવાનો હોય છે.
કોર્ટમાં થયેલા દાવાઓ કાનૂની રેકોર્ડનો ભાગ છે, અને તેને બદનક્ષી તરીકે ન ગણાવી શકાય.
અરજદારનો દાવો શું હતો?
પતિએ કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે પત્નીએ નપુંસકતાના આક્ષેપ સાથે:
છૂટાછેડાની અરજીમાં
ભરણપોષણ માટેની અરજીમાં
અને FIRમાં ખુલ્લેઆમ આરોપ લગાવ્યો
તેણે જણાવ્યું કે આ જાહેર દાવાઓથી તેની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થયો છે.
જોકે, કોર્ટે આ દલીલ નકારી અને કહ્યું કે આવા દાવાઓ કાનૂની પ્રક્રિયા માટે અનિવાર્ય હોય છે.





