ગુજરાતની રાજકીય હલચાલે આજે મહત્વપૂર્ણ વળાંક લીધો છે. પક્ષની સૂચના મુજબ રાજ્યના 16 મંત્રીઓએ પોતાના પદેથી રાજીનામા આપી દીધા છે, જેની સાથે છેલ્લા અનેક દિવસોથી ચાલતી રાજીનિતિક અટકળો પર આખરે પડદો ઉઠી ગયો છે.
પહેલું રાજીનામું રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આપ્યું
સૌથી પહેલું રાજીનામું રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આપ્યું, ત્યારબાદ બાકીના તમામ મંત્રીઓએ પણ પોતાનું રાજીનામું સોપી દીધું. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને એક સામૂહિક પત્ર આપીને આ રાજીનામાઓ રજૂ કરશે.
નવા મંત્રીઓ શપથ લેશે આવતીકાલે
આ સમગ્ર પ્રક્રિયા પછી હવે નવી મંત્રીમંડળની રચના માટેનો માર્ગ મોકળો થયો છે. સરકાર દ્વારા મળી રહેલી માહિતી મુજબ, નવા મંત્રીઓ આવતીકાલે શપથ લેશે. શપથવિધિ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ રાજીનામાઓના પગલે સ્પષ્ટ થાય છે કે ભાજપ નવા શૈલી અને સમીકરણ સાથે આગળ વધવા માંગે છે. મંત્રીમંડળમાં યુવા ચહેરાઓ, પ્રદેશમાં પ્રાદેશિક સંતુલન અને નવા ઉત્સાહ સાથે સરકારે આગળ વધવાનો સંકેત આપ્યો છે.
પાર્ટી હાઈકમાન્ડના સંકેત પછી ઝડપી પગલાં
મહારાષ્ટ્રમાં અપનાવવામાં આવેલી નાયબ મુખ્યમંત્રી જેવી ફોર્મુલા ગુજરાતમાં પણ લાગૂ થવાની સંભાવનાઓ છે. પાર્ટી હાઈકમાન્ડ તરફથી જે સંકેત મળ્યા હતા, તે મુજબ આઉટગોઈંગ મંત્રીઓએ કોઈ વિરોધ કર્યા વગર રાજીનામા આપી દીધા છે, અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી છે.






