બોલિવૂડની ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં તેના હોસ્ટિંગને કારણે સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરી રહી છે. એક તાજેતરના એવોર્ડ શોમાં હોસ્ટ તરીકે જોવા મળેલી આલિયાના પરફોર્મન્સથી સોશિયલ મીડિયા યુઝર્સ બહુ ખુશ દેખાયા નથી અને તેને 'ક્રીન્જ' (Cringe) ગણાવી રહ્યા છે.
કોમેડી ટાઈમિંગ અને સ્ક્રિપ્ટ પર ઉઠ્યા સવાલ
આ એવોર્ડ ફંક્શન દરમિયાન આલિયા ભટ્ટે સ્ટેજ પર રમુજી ટુચકાઓ અને એક્ટિંગ દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘણા નેટિઝન્સનું માનવું છે કે તેની કોમેડી ટાઈમિંગ નબળી હતી અને જોક્સ જરાય રમુજી નહોતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો કહી રહ્યા છે કે આલિયા એક શ્રેષ્ઠ અભિનેત્રી છે, પરંતુ હોસ્ટિંગ તેના માટે યોગ્ય નથી.
આ પણ વાંચો: "નમસ્કાર..." | BAFTAના સ્ટેજ પર વિદેશીઓ વચ્ચે આલિયા ભટ્ટે હિન્દી બોલીને ભારતનું માન વધાર્યું, જુઓ સૌના દિલ જીતનારી ક્ષણ | Offbeat Stories





