logo-img
Alia Bhatt Raised Profile Of India By Speaking Hindi Among Foreigners On The Bafta Stage In London See The Moment

"નમસ્કાર..." : BAFTAના સ્ટેજ પર વિદેશીઓ વચ્ચે આલિયા ભટ્ટે હિન્દી બોલીને ભારતનું માન વધાર્યું, જુઓ સૌના દિલ જીતનારી ક્ષણ

"નમસ્કાર..."
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Feb 23, 2026, 06:39 AM IST

બોલિવૂડની ગ્લેમર ગર્લ આલિયા ભટ્ટે ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે. લંડનમાં આયોજિત પ્રતિષ્ઠિત બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ્સ (BAFTA) માં આલિયા ભટ્ટ ગેસ્ટ પ્રેઝન્ટર તરીકે જોડાઈ હતી. આ ખાસ અવસર પર આલિયાએ જ્યારે સ્ટેજ પર આવીને પોતાની સ્પીચની શરૂઆત ‘નમસ્કાર’ સાથે શુદ્ધ હિન્દીમાં કરી, ત્યારે આખું હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. ગ્લોબલ સ્ટેજ પર પોતાની માતૃભાષા અને સંસ્કૃતિને માન આપવાની આલિયાની આ સ્ટાઈલનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ભારતીય ફેન્સ તેની ભારે પ્રશંસા કરી રહ્યા છે.

હિન્દીમાં સ્પીચ અને સિનેમાની ભાષાની વાત

આલિયા ભટ્ટને BAFTAમાં 'બેસ્ટ નોન-ઇંગ્લિશ ફિલ્મ' (અંગ્રેજી સિવાયની શ્રેષ્ઠ ફિલ્મ) નો એવોર્ડ પ્રેઝન્ટ કરવા માટે સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવી હતી. સ્ટેજ પર આવતાની સાથે જ આલિયાએ કહ્યું:

"નમસ્કાર, હવે પછીનો એવોર્ડ એવી ફિલ્મ માટે છે જે અંગ્રેજીમાં નથી. હમણાં સબટાઈટલ તરફ ધ્યાન ન આપતા, હું હિન્દીમાં એ કહી રહી હતી કે, ફિલ્મો ભલે અનેક ભાષાઓમાં બોલાતી હોય, પરંતુ આપણે હંમેશા જેની પ્રશંસા કરીએ છીએ તે છે 'સિનેમાની ભાષા'. અને એ ભાષા તો આપણે સૌ ખૂબ સારી રીતે સમજીએ છીએ." આલિયાએ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યું કે, કલા અને સિનેમા કોઈ ભાષાના મહોતાજ નથી હોતા.

સિલ્વર ગાઉનમાં આલિયાનો દેશી ટચ

આલિયા ભટ્ટના લુકની વાત કરીએ તો તેણે રેડ કાર્પેટ પર સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે જાણીતી બ્રાન્ડ 'ગુચ્ચી'નો સિલ્વર સીક્વિન ગાઉન પહેર્યો હતો, જેની સાથે તેણે સફેદ રંગનો સ્ટાઇલિશ સ્ટોલ (દુપટ્ટા જેવો) કેરી કર્યો હતો. આ વેસ્ટર્ન લુકમાં પણ આલિયાએ ભારતીય ગ્રેસ જાળવી રાખ્યો હતો.

પ્રિયંકા અને દીપિકા બાદ આલિયાએ રચ્યો ઇતિહાસ

આલિયા ભટ્ટ હવે તે પસંદગીની ભારતીય અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે જેમને BAFTA માં એવોર્ડ પ્રેઝન્ટ કરવાનું સન્માન મળ્યું છે. આલિયા પહેલા પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ આ સિદ્ધિ હાંસલ કરી ચુકી છે. હવે આલિયા આ યાદીમાં ત્રીજી ભારતીય અભિનેત્રી બની ગઈ છે.

ભારત માટે ડબલ ખુશી: 'બૂંગ' ફિલ્મને એવોર્ડ

માત્ર આલિયા જ નહીં, પરંતુ BAFTA 2026માં ભારત માટે બીજા એક મોટા સમાચાર પણ આવ્યા છે. બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર ફરહાન અખ્તરના પ્રોડક્શનમાં બનેલી મણિપુરી ફિલ્મ 'બૂંગ' (Boong) ને 'બેસ્ટ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મ'ની કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. ફરહાન અખ્તર પણ આ સેરેમનીમાં હાજર રહ્યો હતો.

આ એવોર્ડ કોને મળ્યો?

આલિયાએ જે કેટેગરીમાં એવોર્ડ પ્રેઝન્ટ કર્યો હતો, તેમાં વિજેતા તરીકે ફિલ્મ 'સેન્ટિમેન્ટલ વેલ્યુ' (Sentimental Value) રહી છે. આ ફિલ્મ આ વર્ષે ઓસ્કર માટે પણ નોમિનેટ થયેલી છે.

વર્ક ફ્રન્ટ

આલિયા ભટ્ટના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, અત્યારે તેની કારકિર્દીના સુવર્ણ સમયમાં છે. ટૂંક સમયમાં તે સ્પાય યુનિવર્સની ફિલ્મ 'અલ્ફા' અને સંજય લીલા ભણસાલીની મહત્વાકાંક્ષી ફિલ્મ 'લવ એન્ડ વોર' માં જોવા મળશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now