Home International Air India Delhi Mumbai Flight Returned To Igi After Technical Issue

Air India ની ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ : દિલ્હીના IGI એરપોર્ટ પરથી મુંબઈ જવા ઉડાન ભરી હતી

Air India ની ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ
Published by: OBS Bureau
Last Updated: Dec 22, 2025, 05:23 AM IST

Air India: એર ઈન્ડિયાની દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવી છે. આ ફ્લાઇટે દલ્હીના IGI એરપોર્ટ પરથી મુંબઈ માટે ટેકઓફ કર્યું હતું, પરંતુ હવામાં જ ખામી સર્જાતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. સદનસીબે, વિમાન સુરક્ષિત રીતે ઉતાર્યું અને તમામ મુસાફરો એકદમ સુરક્ષિત છે.

એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 887 સવારે 6:40 વાગ્યે દિલ્હીથી મુંબઈ માટે રવાના થઈ હતી. એવું કહેવાય છે કે ટેકઓફ કર્યા પછી તરત જ ખામી જોવા મળી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિમાનનું જમણું એન્જિન હવામાં જ ફેલ થઈ ગયું હતું. દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તમામ પ્રોટોકોલ વ્યવસ્થા કરવામાં આવી હતી. સદનસીબે, વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું.

એર ઇન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, "AI887 દિલ્હીથી મુંબઈ માટે ઉડાન ભરી હતી. ટેકનિકલ સમસ્યાને કારણે, SOP મુજબ તે દિલ્હી પાછું આવ્યું. વિમાન દિલ્હીમાં સુરક્ષિત રીતે ઉતર્યું. મુસાફરો અને ક્રૂને બહાર કાઢવામાં આવ્યા."

તાજેતરના સમયમાં એર ઇન્ડિયાના વિમાનોમાં ઘણી વખત ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષની શરૂઆતમાં, લંડન માટે ઉડાન ભર્યાના થોડા સમય પછી અમદાવાદમાં એક વિમાન ક્રેશ થયું હતું. આ ઘટનામાં આશરે 250 લોકોના મોત થયા હતા. એક મુસાફર સિવાય બધા જ મૃત્યુ પામ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now