Home Gujarat Ain Muni Shantisagar Held Guilty Of Rape 10 Year Imprisonment

દુષ્કર્મ આચરવાના કેસમાં જૈન મુનિ શાંતિ સાગરને 10 વર્ષની સજા : ઉપાશ્રયમાં 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચર્યું

દુષ્કર્મ આચરવાના કેસમાં જૈન મુનિ શાંતિ સાગરને 10 વર્ષની સજા
Published by: OBS Bureau
Last Updated: Apr 05, 2025, 10:46 AM IST

સુરત : મહાવીર દિગંબર જૈન મંદિર ઉપાશ્રયમાં બિરાજમાન મુનિ શાંતિ સાગરને કોર્ટે દોષીત જાહેર કરી 10 વર્ષની સજા ફટકારી છે.

આ ઘટના વર્ષ 2017 ની છે, જ્યારે જૈન મુની શાંતિ સાગરે વડોદરાની શ્રાવિકા યુવતીને પરિવાર સાથે ધાર્મિક વિધિ માટે સુરત બોલાવી હતી. જ્યા યુવતીને અલગ રૂમમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતુ. દુષ્કર્મની ઘટના પછી પિડીત યુવતી દુખાવાના કારણે બેભાન થઈ ગઈ હતી, એટલે આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી. જે બાબતે અઠવા પોલીસ મથકમાં પોલીસે કલમ 376 (1), 376(2)(F) હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસે કાર્યવાહી કરતા ઓક્ટોબર 2017માં જૈન મુનિ શાંતિસાગરની ધરપકડ કરી હતી.

કોર્ટમાં પોલીસે તમામ પુરાવાઓ, મેડિકલ રિપોર્ટ, પીડિતાનું નિવેદન વગેરે ને આધારે ચાર્જશીટ દાખલ કરી હતી. જે મામલે કોર્ટે ચુકાદો આપતા જૈન મુની શાંતિ સાગરને 10 વર્ષની સજા ફટકારી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now