Home Gujarat Ai Crash Victims Kin Hounded For Donations

એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પીડિતોના સગા થયા પરેશાન : સાંત્વના નહીં પરંતુ દાન માટે સતત આવી રહ્યા છે ફોન

એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પીડિતોના સગા થયા પરેશાન
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2025, 04:17 AM IST

Gujarat: એર ઈન્ડિયા 171 વિમાન દુર્ઘટના પછી વડોદરાનામાં રહેનાર હીર પ્રજાપતિના ફોન ખખડવાનું બંધ થતો નથી. તેમને શોકસંદેશના બદલે સતત ફોન આવી રહ્યા છે — જેમાં તેમની સ્વ. માતા કલ્પના પ્રજાપતીના નામે દાન આપવા અપીલ કરવામાં આવી રહી છે. તેમની માતા કલ્પનાબેનનું અંતિમ સંસ્કાર 15 જૂને કરવામાં આવ્યું હતું.
હીરે જણાવ્યું, "મને સતત વિવિધ ચેરિટી સંસ્થાઓ અને સોશિયલ વર્કરોના ફોન અને મેસેજીસ મળી રહ્યા છે. તેઓ મારી માતાના નામે પૈસા કે સામાન દાન કરવા માટે કહે છે. કેટલાંક તો અમારા ઘરે આવીને અમને સમજાવવા પણ પ્રયાસ કર્યો."મંજલપુર વિસ્તારમાં રહેતા હીરે વધુ માં જણાવ્યું કે, "હું સતત ના પાડી રહ્યો છું. અમે હજુ પણ માતાની વિદાયના દુઃખમાં છીએ. પરિવારનું કોઈ સભ્ય માનસિક રીતે તૈયાર નથી. છતાં પણ ફોન બંધ થતા નથી. મને ખબર નથી કે તેઓએ મારી માહિતી કેવી રીતે મેળવી. હીર એકલા નથી. સુરતના જલ્પેશ ગોંડલિયા, જેમણે તેમના મોટાભાઈ જયેશને વિમાન દુર્ઘટનામાં ગુમાવ્યા, એવી જ પીડાથી પસાર થઈ રહ્યા છે.


જલ્પેશે કહ્યું, "મારા ભાઈના અંતિમ સંસ્કાર પછી અમદાવાદ, અમરેલી અને રાજકોટની વિવિધ જગ્યાની સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકોના કોલ્સ થકી હું ત્રસ્ત છું. અન્ય દુર્ઘટનાગ્રસ્ત પરિવારજનોએ પણ આવો જ અનુભવ કર્યો છે."તેમણે ઉમેર્યું કે કેટલાક ફોન કરનારાઓ ખૂબજ અસંવેદનશીલ હતા. "એક વ્યક્તિએ મને સીધું QR કોડ મોકલ્યું દાન માટે. બીજાએ તો 50 વાર ફોન કર્યો અને ચોક્કસ રકમ દાન આપવાની જિદ રાખી. સત્તાવાળાઓએ તપાસ કરવી જોઈએ કે અમારી વિગતો કોણે લીક કરી."દુઃખદ ઘટના બાદ આવી માનસિક હેરાનગતિનો સામનો કરી રહેલા પરિવારો કહે છે કે કેટલાક ફોન કરનારાઓ ભાવનાત્મક દબાણ કરે છે, તો કેટલાક લોકો તો મૃત્યુ પામેલાઓ વિશે અત્યંત દુઃખદ અને અસંવેદનશીલ ટિપ્પણીઓ કરતા હોય છે.વડોદરાના ચૈત્રીશ પટેલે પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, તેઓએ તેમની પત્ની નૈનિષી ને વિમાન દુર્ઘટનામાં ગુમાવી હતી.તેમણે કહ્યું, "માત્ર કોલ અને મેસેજ પર જ હેરાનગતિ અટકતી નથી. કેટલાં તો સીધા ઘરે આવીને દાન માટે કહે છે. મેં બધા લોકોને પાછા મોકલી દીધા. મને આવું દબાણ ગમતું નથી. હું જ્યારે તૈયાર થઈશ ત્યારે જે કરવું હશે, તે કરીશ."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now