Home Tech/Gadgets Ai Chatbot Medical Advice Risk Study

AI ચેટબોટને ભૂલથી પણ ના પુછશો આ વાત : 50 ટકા સલાહ હોઈ શકે છે ખોટી

AI medical advice risk
Published by: Vishal Dave
Last Updated: Apr 15, 2026, 04:30 PM IST

આજના ડિજિટલ યુગમાં લોકો દરેક પ્રશ્નનો જવાબ મેળવવા માટે AI ચેટબોટ્સ તરફ વળી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આરોગ્ય સંબંધિત પ્રશ્નોમાં આ ચેટબોટ્સ પર અંધવિશ્વાસ રાખવો જોખમી બની શકે છે? તાજેતરની એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે AI દ્વારા આપવામાં આવતી મેડિકલ સલાહનો મોટો ભાગ ખોટો અથવા ભ્રમજનક હોઈ શકે છે.

AI ચેટબોટ્સ પર મેડિકલ સલાહ માટે ભરોસો કેમ ખતરનાક?

તાજેતરના અભ્યાસમાં ChatGPT, Gemini, Meta AI, Grok અને DeepSeek જેવા લોકપ્રિય AI ચેટબોટ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અમેરિકા, કેનેડા અને યુકેના સંશોધકોએ આ પાંચ ચેટબોટ્સને વિવિધ મેડિકલ કેટેગરીમાં 50 પ્રશ્નો પૂછ્યા. પરિણામોમાંથી જાણવા મળ્યું કે લગભગ 50% જવાબો “પ્રોબ્લેમેટિક” હતા, જ્યારે લગભગ 20% જવાબો “હાઇલી પ્રોબ્લેમેટિક” તરીકે ગણાયા એટલે કે તેવા જવાબો જે ભરોસાપાત્ર નથી.

કયા પ્રશ્નોમાં વધુ ખામીઓ જોવા મળી?

સ્ટડીમાં ખાસ નોંધાયું કે AI ચેટબોટ્સે ક્લોઝ-એન્ડેડ પ્રશ્નો (જેમ કે હા/ના પ્રકારના) અને વેક્સિન અથવા કેન્સર સંબંધિત મુદ્દાઓમાં થોડા સારા જવાબ આપ્યા. પરંતુ જ્યારે પ્રશ્નો ઓપન-એન્ડેડ હતા જેમ કે પોષણ, સ્ટેમ સેલ થેરાપી અથવા લાઈફસ્ટાઇલ સંબંધિત — ત્યારે જવાબોની ગુણવત્તા નોંધપાત્ર રીતે ખરાબ રહી. આથી સ્પષ્ટ થાય છે કે AI હજુ પણ જટિલ અને વિગતવાર મેડિકલ માર્ગદર્શન આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી.

વિશ્વાસપૂર્ણ જવાબો… પરંતુ આધાર વગર

સંશોધકોએ એક મહત્વપૂર્ણ મુદ્દો પણ ધ્યાનમાં લીધો. મોટાભાગના AI ચેટબોટ્સ ખૂબ આત્મવિશ્વાસ સાથે જવાબ આપે છે, પરંતુ તેઓ પૂરતા અને સચોટ રેફરન્સ અથવા સ્રોત આપતા નથી. માત્ર Meta AIએ બે પ્રશ્નોના જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો, જ્યારે બાકીના તમામ ચેટબોટ્સે દરેક પ્રશ્નનો જવાબ આપ્યો ભલે તે ખોટો કે ભ્રમજનક હોય. આ સ્થિતિ વધુ ચિંતાજનક બની જાય છે, કારણ કે યુઝર્સ આ જવાબોને સાચા માનીને નિર્ણય લઈ શકે છે.

વધતી લોકપ્રિયતા અને વધતો જોખમ

AI ચેટબોટ્સની લોકપ્રિયતા સતત વધી રહી છે. OpenAIએ જણાવ્યા મુજબ દર અઠવાડિયે 20 કરોડથી વધુ લોકો ChatGPTને હેલ્થ અને વેલનેસ સંબંધિત પ્રશ્નો પૂછે છે. આ વધતી માંગને ધ્યાનમાં રાખીને, કંપનીઓએ ચેટબોટ્સમાં હેલ્થ ટૂલ્સ ઉમેરવાનું શરૂ કર્યું છે. Microsoft અને Anthropic જેવી કંપનીઓ પણ આ ક્ષેત્રમાં આગળ વધી રહી છે. પરંતુ નિષ્ણાતો માને છે કે આ ચેટબોટ્સ હજી સુધી ડોક્ટરનો વિકલ્પ બની શકે એટલા વિશ્વસનીય નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now