Happy Birthday Amdavad: આજે અમદાવાદના 614માં સ્થાપના દિવસે શહેરમાં નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રા નીકળી. જેને જોવા માટે આખું શહેર ઉમટી પડ્યું. દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળતી હોય છે અને ભાવિક ભક્તો રંગેચંગે તેમાં ભાગ લેતા હોય છે. પરંતુ શહેરની સ્થાપનાના ઈતિહાસમાં પહેલીવાર શહેરના નગરદેવી આજે નગરયાત્રાએ નીકળ્યા હતા. આજે પહેલીવાર નગરદેવી માતા ભદ્રકાળી સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા. માતાજીની આ નગરયાત્રાના દર્શનનો લ્હાવો લેવા માટે લાખો અમદાવાદીઓ ઉમટી પડ્યાં હતાં.
ઉલ્લેખનીય છેકે, આજે મહાશિવરાત્રીના દિવસે નગરદેવી માતા ભદ્રકાળીની ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 26 ફેબ્રુઆરીની સવારે 7.30 કલાકે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ રથયાત્રા દરમિયાન રથમાં ભદ્રકાળી માતાજીની પાદુકા મૂકવામાં આવી હતી અને રૂટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ નગરયાત્રાની શરુઆત ભદ્રકાળી મંદિથી શરુ કરીને ત્રણ દરવાજા, માણેકનાથની સમાધિ, ખમસા, જમાલપુર પગથિયાં થઈને જગન્નાથ મંદિર થઈને નિજ મંદિર પરત ફરી. ભવ્ય નગરયાત્રામાં માતા ભદ્રકાળીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. જે જે રુટ પરથી માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળી તે સ્થળો પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા.
આજના આ અનેરા અવસે અમદાવાદ પોલીસ દ્વારા પણ શહેરના નગરદેવી માતા ભદ્રકાળીને ગાર્ડ ઓફ ઓનર આપીને વંદન કરવામાં આવ્યાં હતા. નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રાને રાજ્ય મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના મેયર પ્રતિભાજન દ્વારા પહીંદ વિધિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પોઇન્ટ 25 કિલોમીટર લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. ઢોલ-નગારા અને શરણાઈ વગાડીને ખુલ્લી જીપ કે વાહનોમાં નગરજનો રથ લઈને નીકળ્યાં હતાં. તેની સાથે સાથે નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા છે. AMC ઓફિસ ખાતે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ અનેક પદાધિકારીઓ દ્વારા ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પ્રક્રિયાને વેગ આપવા ‘સિંગલ વિન્ડો સિસ્ટમ’ કાર્યરત: ઉમેદવારોને મંજૂરી મેળવવામાં પડશે સરળતા






