આજરોજ રામ લલ્લાનાં જન્મદિવસ નિમીત્તે VHP દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા બાપુનગરનાં શુકન ચાર રસ્તા નજીક પહોંચતાં પોલીસ દ્વારા લવજેહાદનાં પોસ્ટરો અને ટેબલો હટાવાતા વિવાદ સર્જાયો હતો. જેનાં પગલે VHP નાં કાર્યકરોએ વિરોધ નોંધાવી ચક્કાજામ કર્યો હતો.
અમદાવાદનાં નિકોલમાં રામનવીનાં પ્રસંગે વિસ્વ હિન્દુ પરિષદ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે શોભાયાત્રાનું સવારે 9 કલાકે પ્રસ્થાન કર્યું હતું. ત્યારબાદ 10.30 કલાક સુધીમાં સુકન ચાર રસ્તા નજીક પહોંચતાં પોલીસે શોભાયાત્રાને રોકાવી હતી. તેમજ લવજેહાદનાં પોસ્ટરો અને ટેબલો દૂર કરવા જણાવ્યું હતું. જેનાં કારણે વાતાવારણ ગરમાયું હતું અને વિશ્વ હિન્દ પરિષદનાં કાર્યકરોએ વિરોધ દાખવી અને રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો.
આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. જેનાં કારણ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તો બીજી તરફ માત્ર 300 થી 500 મીટરનું અંતર કાપવા માટે ટૂ વ્હીલર અને ફોર વ્હીલરનાં ચાલકોને 3 થી 4 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો હતો.
સમગ્ર ઘટનાને પગલે VHP નાં કાર્યકરોએ લવજેહાદનાં ટેબલો પોલીસ પાસેથી પરત લેવા માટે માંગ કરી હતી. તેમજ તેવું જણાવ્યું હતું કે જ્યાં સુધી ટેબલો પરત આપવામાં નહીં આવે ત્યાં સુધી રસ્તા રોકો આંદોલન ચાલું રહેશે અને રસ્તા પરથી ખસવામાં નહીં આવે. આમ રસ્તા પર બેસી રહેલા VHP નાં કાર્યકરો અને પોલીસ વચ્ચે વાટાખાટી ચાલી હતી. અને કાર્યકરો પોતાની માંગ પર અડગ રહ્યાં હતા. તો મળતી વિગતોનુસાર કાર્યકરો દ્વારા ટાયરો પણ સળગાવામાં આવ્યાં હતા. તેમજ નિકોલ સુકન ચાર રસ્તા ખાતે વિરોધ શરૂ રાખ્યો હતો.






