Ahmedabad News: પશ્ચિમ એશિયાના સંઘર્ષ (West Asia conflict) ને કારણે સપ્લાય ચેઈનમાં ઊભા થયેલા અવરોધો અને તેના લીધે બાંધકામ ખર્ચમાં થયેલા તીવ્ર વધારા વચ્ચે, અમદાવાદના રિયલ એસ્ટેટ ડેવલપર્સ આગામી ૧૫ જૂનના રોજ એક બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠકમાં બાંધકામ હેઠળની (under-construction) પ્રોપર્ટીઝના ભાવ વધારવા કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે.
ક્રેડાઈ (CREDAI) અમદાવાદ દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે, જ્યાં ડેવલપર્સ ભાવ વધારાની શક્યતા અને તે કેટલો હોવો જોઈએ તે અંગે ચર્ચા-વિચારણા કરે તેવી શક્યતા છે. ઉદ્યોગના સૂત્રો દર્શાવે છે કે, જે પ્રોજેક્ટ્સ તૈયાર છે (ready-to-move-in) અથવા પૂરા થઈ ગયા છે તેના ભાવોમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. જો કે, છેલ્લા છ મહિનામાં શરૂ થયેલા નવા પ્રોજેક્ટ્સના ભાવમાં આશરે ૫% થી ૭% નો વધારો જોવા મળી શકે છે.
ગુજરાતથી લઈને UP સુધી વરસાદી એલર્ટ : આજે 20થી વધુ રાજ્યોમાં હવામાન વિભાગની ચેતવણી
જૂન અંતની સમયમર્યાદા અને ક્રેડાઈની માગણીઓ
આ ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે ક્રેડાઈ દ્વારા જૂનના અંત સુધી ભાવો સ્થિર રાખવાની આપેલી અગાઉની ખાતરીની મુદત પૂરી થવા આવી છે. બાંધકામ સામગ્રીના ઊંચા ભાવોને કારણે, ડેવલપર્સ હવે ચાલુ પ્રોજેક્ટ્સ (ખાસ કરીને જે બાંધકામના શરૂઆતના કે મધ્યમ તબક્કામાં છે) માટે તેમની પ્રાઇસિંગ સ્ટ્રેટેજીની પુનઃ સમીક્ષા કરી રહ્યા છે.
ક્રેડાઈ અમદાવાદે કાચા માલના વધતા ભાવ અને તેની અવારનવાર સર્જાતી અછતને ટાંકીને, ગુજરાત રેરા (GujRERA) પાસે પ્રોજેક્ટ પૂરા કરવાની સમયમર્યાદામાં છ મહિનાની મુદત વધારવા માટે પણ વિનંતી કરી છે. સંસ્થાએ રહેણાંક બાંધકામમાં વપરાતી વિવિધ જરૂરી સામગ્રીઓ જેવી કે સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ્સ, એલ્યુમિનિયમ, પીવીસી પાઇપ્સ, કલર-પેઇન્ટ્સ, રેડી-મિક્સ કોન્ક્રીટ, સિમેન્ટ બ્લોક્સ અને વોટરપ્રૂફિંગ મટિરિયલ્સના ભાવમાં થયેલા વધારા તરફ ધ્યાન દોર્યું છે.
ખેડામાં દારૂના અડ્ડા પર SMCનો દરોડો : ભાજપના નેતાની સંડોવણીથી ચર્ચા તેજ
ક્રેડાઈના જણાવ્યા અનુસાર, યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી સપ્લાયર્સે ભાવોમાં ભારે વધારો કર્યો છે. સામગ્રીની અછત વચ્ચે કેટલીક ચીજવસ્તુઓ ૩૦% થી ૬૦% સુધી મોંઘી થઈ ગઈ છે. ડેવલપર્સનું કહેવું છે કે આ બેવડી અસરને કારણે પ્રોજેક્ટનું બજેટ ખોરવાઈ રહ્યું છે અને જૂની ગણતરીઓ જાળવી રાખવી મુશ્કેલ બની રહી છે.
ઉદ્યોગના અગ્રણીઓનો મત
ક્રેડાઈ અમદાવાદના ચેરમેન રાજેશ વસવાણીએ જણાવ્યું હતું કે, આ બેઠકનો મુખ્ય હેતુ એક સમાન વલણ અપનાવવાનો રહેશે. તેમણે જણાવ્યું કે શહેરના અંદાજે ૩૦૦ ડેવલપર્સ આ બેઠકમાં ભાગ લેશે. અમે સંભવિત ભાવ વધારા અંગે ચર્ચા કરીશું અને સર્વસંમતિ સાધી શકાય કે કેમ તે જોવાનો પ્રયત્ન કરીશું. કાચા માલના ભાવ વધારાની અસર અલગ-અલગ પ્રોજેક્ટ્સ પર અલગ-અલગ રીતે થઈ છે, તેથી અમે તમામ પાસાઓની તપાસ કરીશું."
સંસ્કારી નગરીમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ : અલ્કાપુરીમાંથી ઝડપાયો લાખોનો હાઈબ્રિડ ગાંજો
એક વરિષ્ઠ ડેવલપરે જણાવ્યું કે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આંતરિક ચર્ચાઓ પહેલેથી જ શરૂ થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું કે, "જે પ્રોજેક્ટ્સ સંપૂર્ણ તૈયાર થઈ ગયા છે તેના ભાવ વધશે નહીં, કારણ કે તેમને કાચા માલના વર્તમાન ભાવ વધારાની કોઈ અસર થતી નથી. જો કે, છેલ્લા છ મહિનામાં લોન્ચ થયેલા પ્રોજેક્ટ્સને આનાથી મોટું નુકસાન થયું છે." જો ભાવમાં સુધારો (વધારો) કરવામાં આવે, તો બજારમાં તંદુરસ્ત સ્પર્ધા જળવાઈ રહે તે માટે ક્રેડાઈ તમામ ડેવલપર્સ વચ્ચે પરસ્પર તાલમેલ અને એકરૂપતા લાવવા માટે પણ આગ્રહ રાખશે તેવી અપેક્ષા છે.





