Home Gujarat Ahmedabad Treen Plantation Youth Traveling All India For Save Tree

રસ્તા પર બોર્ડ લઈને ઉભેલો આ યુવાન કોણ છે? : શું કામ આમ ફાળો ઉઘરાવે છે?

રસ્તા પર બોર્ડ લઈને ઉભેલો આ યુવાન કોણ છે?
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2025, 04:18 PM IST

Ahmedabad: આજના યુગમાં જ્યાં ગ્લોબલ વોમિંગ જેવી સમસ્યાઓ વધી રહી છે ત્યાં બિહારના મુઝફ્ફરપૂરનો આ યુવાન જેનું નામ છે રાજીવ તે ભારતભ્રમણ કરી રહ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં જઈ વુક્ષારોપણનું કામ કરી રહ્યો છે. ધગધગતો તડકો હોય શિયાળો હોય કે વરસાદ તેનો એક સંકલ્પ છે કે વધારેમાં વધારે વુક્ષારોપણ કરે અને ધરતીને હરિયાળી બનાવે આ કાર્યમાં તે એકલો છે તેનો બીજો મુખ્ય ઉદ્દેશ્ય પ્રદુષણ અટકાવવું અને કુદરતી સંપત્તિનું જતન કરવું છે. આધુનિક યુગમાં પ્રવેશ કરતાની સાથે મોટા મોટા શહેરો અને તેમાં મોટા મોટા ઉદ્યોગો વિકસાવવા માટે વ્રુક્ષો અને જંગલોને આજે ખતમ કરી રહ્યા છીએ અને તેથી પર્યાવરણને નુકશાન પહોચી રહ્યું છે તેવામાં આ યુવાન ભારત ભ્રમણ કરી કુદરતનું જતન કરી રહ્યો છે.


કઈ રીતે કામ કરે છે ?
કુદરતનું જતન કરનાર રાજીવ પોતે બસ અને ટ્રેનમાં મુસાફરી કરી અલગ અલગ રાજ્ય અને જીલ્લાઓમાં જાય છે અને ત્યાં રસ્તા પર "મહેરબાની કરી વધારેમાં વધારે વુક્ષારોપણ કરવા માટે મને મદદ કરો હું ભારતભ્રમણ કરી ઠેર ઠેર વુક્ષારોપણ કરી રહ્યો છુ" તેવું એક નાનકડું બોર્ડ લઈ ઉભો રહે છે. ઓફબીટના પત્રકાર સાથે વાત કરતા તેને જણાવ્યું કે " હું છેલ્લા ૫ મહિનાથી આ કામ કરી રહ્યો છુ, અત્યારસુધી ૫૦૦થી વધુ લીંબડા અને પીપળાના રોપા વાવી ચુક્યો છુ, મારો મુખ્ય ઉદ્દેશ્ય વધારેમાં વધારે વુક્ષોનું વાવેતર કરવું છે અને તે થકી હું પર્યાવરણને બચાવવા મારું યોગદાન આપી રહ્યો છુ." વધુમાં, તેમના મુસાફરી દરમિયાન વસવાટ પર ઓફબીટ દ્વારા પૂછતા રાજીવે કહ્યું કે, " મારી પાસે પુરતા પૈસા નથી મને જે દાન મળે છે તેમાંથી હું આ કામ કરું છુ અને થોડા ઘણા પૈસાની બચત કરી ને હું મુસાફરો ખર્ચ અને જમવાનો ખર્ચ કરું છું,મારી પાસે કોઈ રૂમ અથવા હોટેલ રાખી રેહવા જેટલા પૈસા નથી એટલે મારી બેગમાં હું પોર્ટેબલ ટેન્ટ રાખું છું જ્યાં મને સુરક્ષિત લાગે ત્યાં હું ટેન્ટ બાંધી રાત્રી રોકાણ કરું છું અને સવારે આ કામે લાગી જાઉં છું".

આ વિચાર ક્યાંથી આવ્યો ?
જયારે રાજીવને વધુ પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું કે, "હું બોટનીનો અભ્યાસ કરતો હતો તે દરમિયાન મને ભારણભ્રમણ કરવું હતું અને પર્યાવરણની વધતી સમસ્યાઓની ચિંતા અને અભ્યાસ દરમિયાન એક ઝાડ કેટલું જરૂર છે તેની મને સમજણ આવી અને તે માટે હું વધારે લોકોને જાગૃત કરવા માંગતો હતો એટલે મને આ રસ્તો વધુ સારો લાગ્યો શરૂઆતમાં થોડી શરમ અનુભવતો હતો પછી સમય જતા મને વધારે ગમવા લાગ્યું હજુ સુધી હું ૪ રાજ્યોના વિવિધ જિલ્લાઓમાં આ કામ કરી ચુક્યો છું અને મને આ ખુબ જ જરૂરી લાગે છે. મારો સંદેશ છે કે વધુમાં વધુ વુક્ષારોપણ કરી શકુ અને લોકોને જણાવી શકું કે તમે વુક્ષ વાવી ન શકો તો ચાલશે પરંતુ તેને કાપવાનું કામ ન કરો".


સ્ટોરી - ચિરાગ વર્ષાબેન 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now