Home Gujarat Ahmedabad Svpi Airport Received Prestigious Level 4 Accreditation From Aci

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને મળશે હાઇટેક સુવિધા : એરપોર્ટ પર ગ્રાહકોના શ્રેષ્ઠત્તમ અનુભવ થતા ACI લેવલ-4 માન્યતા થઈ પ્રાપ્ત

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને મળશે હાઇટેક સુવિધા
Published by: OBS Bureau
Last Updated: Jun 06, 2025, 10:52 AM IST

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) એરપોર્ટ ગ્રાહક સેવામાં શ્રેષ્ઠતાની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચ્યું છે. SVPI એરપોર્ટને એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા એરપોર્ટ ગ્રાહકોને ઉત્કૃષ્ટ અનુભવ પ્રદાન કરવા બદલ પ્રતિષ્ઠિત લેવલ 4 માન્યતા પ્રાપ્ત થઈ છે. મે ૨૦૨૪ માં પ્રાપ્ત થયેલા લેવલ ૩ માન્યતાથી તેમાં નોંધપાત્ર અપગ્રેડ કરવામાં આવી છે.

આ માન્યતા SVPI એરપોર્ટને વૈશ્વિક સ્તરે પસંદગીના એરપોર્ટ જૂથમાં અને ભારતમાં ત્રીજા સ્થાને મૂકે છે. જે મુસાફરોના અનુભવને અપગ્રેડ કરવાની અસાધારણ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ માન્યતા એરપોર્ટ સંસ્કૃતિ, શાસન, સંચાલન સુધારણા, માપન, ગ્રાહક વ્યૂહરચના અને ગ્રાહક સમજણ સહિત અનેક પરિમાણોનું મૂલ્યાંકન કરે છે.

છેલ્લા એક વર્ષમાં SVPI એરપોર્ટે ટેકનોલોજીકલ નવીનતા, માળખાગત વિકાસ અને મુસાફરોની સંલગ્નતામાં વધારો કરવા ઘણી પહેલો અમલમાં મૂકી છે. આ પ્રયાસોએ મુસાફરી અનુભવ અને કાર્યકારી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now