Home Gujarat Ahmedabad Ahmedabad Sg Highway Palladium Mall Cut Closed U Turn Traffic Plan

અમદાવાદના SG હાઈવે પર ટ્રાફિક સુધારવા મોટો નિર્ણય : આ જગ્યાએ બંધ કરાયો કટ, 100 મીટર આગળ અપાશે નવો યુ-ટર્ન

Ahmedabad News
Published by: OBS Bureau
Last Updated: Jun 24, 2026, 06:53 AM IST

Ahmedabad News: શહેરમાં સતત વધી રહેલા વાહનોના ભાર અને ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે તંત્ર દ્વારા અવારનવાર મહત્વના નિર્ણયો લેવામાં આવતા હોય છે. આ અંતર્ગત, એસ.જી. હાઈવે (SG Highway) પર ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પેલેડિયમ મોલ સામે સોલા બ્રિજ નીચેનો કટ હવે કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે.

DGP અને મ્યુનિસિપલ કમિશનરે લીધી મુલાકાત

ટ્રાફિકની સમસ્યાનું ગ્રાઉન્ડ લેવલ પર આકલન કરવા માટે રાજ્યના DGP (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ) અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે સંયુક્ત રીતે એસ.જી. હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ ચાર રસ્તા તેમજ કારગીલ ચાર રસ્તાની રૂબરૂ મુલાકાત (વિઝિટ) લીધી હતી. આ ઉચ્ચ સ્તરીય મુલાકાત બાદ ટ્રાફિકના સુચારૂ સંચાલન માટે મહત્વના પગલાં ભરવાનું નક્કી કરાયું હતું.

પોલીસ અને કોર્પોરેશનનું સંયુક્ત ઓપરેશન

અગાઉ પોલીસ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંયુક્ત રીતે આયોજન કરીને પેલેડિયમ મોલ સામેનો કટ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. પીક અવર્સ (Peak Hours) દરમિયાન આ વિસ્તારમાં વાહનોની લાંબી કતારો ન લાગે અને ટ્રાફિકને સરળતાથી ડાયવર્ટ કરી શકાય તેવા આશયથી આ કટ બંધ કરવામાં આવ્યો હતો.

વાહનચાલકો માટે નવી વ્યવસ્થા: 100 મીટર આગળ મળશે યુ-ટર્ન

સોલા બ્રિજ નીચેનો કટ બંધ થવાને કારણે વાહનચાલકોને મુશ્કેલી ના પડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. એસ.જી. હાઈવે બ્રિજની બંને તરફ 100 મીટર આગળ નવા યુ-ટર્ન (U-Turn) કટ આપવામાં આવ્યા છે. પેલેડિયમ મોલની બિલકુલ સામેનો કટ બંધ કરીને, ત્યાંથી આગળ 100 મીટરના અંતરે નવો યુ-ટર્ન કટ કાર્યરત કરવામાં આવ્યો છે.

ટ્રાફિક વિભાગના જણાવ્યા અનુસાર, આ નવા ફેરફારથી એસ.જી. હાઈવે પર થતા અકસ્માતોનું પ્રમાણ ઘટશે અને વાહનોની ગતિ અવરોધાયા વિના ટ્રાફિક કલિયરન્સ ઝડપી બનશે. વાહનચાલકોને નવા ડાયવર્ઝન અને યુ-ટર્ન મુજબ જ પોતાના વાહનો હંકારવા અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now