Home Gujarat Ahmedabad Ahmedabad Police Ekta Bike Rally Before Rathyatra

અમદાવાદમાં ભવ્ય 'એકતા બાઈક રેલી' : રથયાત્રા પૂર્વે શહેરને શાંતિ, સુરક્ષા અને સૌહાર્દનો સંદેશ

Ahmedabad News
Published by: OBS Bureau
Last Updated: Jul 10, 2026, 03:39 PM IST

Ahmedabad News: અમદાવાદમાં યોજાનારી ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે શહેરમાં શાંતિ, સુરક્ષા અને કોમી એકતાનો માહોલ વધુ મજબૂત બને તે હેતુથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે ભવ્ય "એકતા બાઈક રેલી"નું આયોજન કરવામાં આવ્યું . શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળેલી આ રેલી દ્વારા નાગરિકોમાં સુરક્ષા પ્રત્યે વિશ્વાસ વધારવા અને સૌહાર્દનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો .

પ્રેમદરવાજા ચોકી માધુપુરાથી થશે રેલીનો પ્રારંભ

અમદાવાદ શહેર પોલીસની આ વિશેષ એકતા બાઈક રેલીનો પ્રારંભ આજે પ્રેમદરવાજા ચોકી, માધુપુરા ખાતેથી કરવામાં આવ્યો. રેલીમાં શહેર પોલીસના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. રેલી દરમિયાન શહેરના મહત્વના માર્ગો પર શાંતિ, કાયદો-વ્યવસ્થા અને સામાજિક એકતાનો સંદેશ આપવામાં આવ્યો. અમદાવાદ શહેર પોલીસ અનુપમસિંહ ગેહલોતે ઉપસ્થિત રહી આ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.

સુરતના 26 વર્ષીય તરુણ મારૂએ અંગદાનથી 5 લોકોને આપ્યું નવજીવન : વીજળી પડવાની દુર્ઘટના બાદ પરિવારે લીધો માનવતાભર્યો નિર્ણય

રથયાત્રા પૂર્વે વિશ્વાસ અને સુરક્ષાનો સંદેશ

અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી મોટી અને ઐતિહાસિક ધાર્મિક યાત્રાઓમાંની એક ગણાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાતા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવી પોલીસ માટે મહત્વપૂર્ણ જવાબદારી રહે છે. તેને ધ્યાનમાં રાખીને રથયાત્રા પહેલાં શહેર પોલીસ દ્વારા વિવિધ સુરક્ષા તૈયારીઓ કરવામાં આવે છે. એકતા બાઈક રેલી પણ તે જ તૈયારીઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ રેલીનો મુખ્ય હેતુ નાગરિકોમાં વિશ્વાસ વધારવાનો, શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવાનો અને કોમી એકતાનો સંદેશ દરેક વિસ્તાર સુધી પહોંચાડવાનો છે.

શહેરમાં સૌહાર્દ અને શાંતિ જાળવવા વિશેષ પહેલ

અમદાવાદ શહેર પોલીસ સતત નાગરિકો સાથે સંવાદ અને જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજતી રહે છે. એકતા બાઈક રેલી પણ એવો જ પ્રયાસ છે, જેના માધ્યમથી લોકો સુધી એ સંદેશ પહોંચાડવામાં આવશે કે શહેરની શાંતિ, સુરક્ષા અને સામાજિક એકતા જાળવવામાં દરેક નાગરિકની મહત્વપૂર્ણ ભૂમિકા છે. રથયાત્રા જેવા વિશાળ ધાર્મિક પ્રસંગ દરમિયાન તમામ સમાજના લોકો પરસ્પર સહયોગ, સમજદારી અને જવાબદારી સાથે ઉજવણી કરે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

ચેમ્બર ઓફ કોમર્સના મંચ પર ગુંજ્યો જામનગર મેયરનો મધુર અવાજ : 'સાંવરિયો રે મારો...' ગીત ગાઈને શ્રોતાઓને કર્યા મંત્રમુગ્ધ

અમદાવાદની રથયાત્રા માત્ર ધાર્મિક નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનો પ્રસંગ છે. આવા સમયે પોલીસ દ્વારા યોજાતી એકતા બાઈક રેલી શહેરમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવે છે, નાગરિકોમાં વિશ્વાસ વધારે છે અને શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં સહયોગ આપે છે. આ પહેલ શહેરમાં કોમી સૌહાર્દ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now