અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે એરલાઇન પાઇલટ્સ એસોસિએશને એક નિવેદન બહાર પાડ્યું છે. તેમનું કહેવું છે કે શરૂઆતની તપાસમાં આ ઘટના માટે પાઇલટને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. અત્યાર સુધી તેમની આંતરિક તપાસમાં આ સાબિત થયું નથી. અમે પાઇલટ્સની ભૂલને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ અને આ ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરીએ છીએ.
''ક્યાંકને ક્યાંક શંકા પેદા કરે છે''
એરલાઇન પાઇલોટ્સ એસોસિએશનનું કહેવું છે કે, ''આ રિપોર્ટ કોઈપણ જવાબદાર અધિકારીને બતાવ્યા વિના મીડિયામાં લીક કરવામાં આવ્યો છે. તપાસ યોગ્ય રીતે કરવામાં આવી ન હતી. ઉપરાંત આ તપાસ રિપોર્ટ ક્યાંકને ક્યાંક શંકા પેદા કરે છે. આ કારણે જનતાનો વિશ્વાસ ઘટી રહ્યો છે. તેમનું કહેવું છે કે અત્યાર સુધી લાયક, અનુભવી કર્મચારીઓ, ખાસ કરીને લાઇન પાઇલટ્સ, ને આ તપાસમાં સામેલ કરવામાં આવ્યા નથી. તેમની માંગ છે કે આ તપાસમાં લાઇન પાઇલટ્સનો પણ સમાવેશ થવો જોઈએ.






