અમદાવાદમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) કાર્યરત થયું છે. જેનાથી પાસપોર્ટ સંબંધિત કામકાજ વધુ સરળ બનશે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા વ્હાઈટ હાઉસ ખાતે સવારથી જ પાસપોર્ટ કઢાવવા અરજદારોની લાંબી લાઈનો જોવા મળી હતી. આજે પહેલા જ દિવસે 600 થી વધુ લોકોને પાસપોર્ટ માટે એપોઈન્ટમેન્ટ આપવામાં આવી હતી. આ નવું કેન્દ્ર રાજ્યના સૌથી મોટા પાસપોર્ટ સેવા કેન્દ્ર તરીકે કાર્યરત થયું છે.
કેન્દ્રની વિશેષતાઓ અને સુવિધાઓ
આ પાસપોર્ટ કેન્દ્રની વિશેષતાની વાત કરીએ તો અરજદારોના વેરિફિકેશન અને અરજી સબમિટ કરવાની કામગીરી માટે 36 જેટલા કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. જેના માટે ત્રણ અલગ-અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે.નાગરિકોને સુવિધા આપવા માટે પાસપોર્ટ કેન્દ્રમાં તમામ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.અત્યાર સુધી શહેરના પૂર્વ વિસ્તારમાં પાસપોર્ટ સેવા કેન્દ્ર ન હોવાથી નાગરિકોને હાલાકી ભોગવવી પડતી હતી. આ નવું કેન્દ્ર બાપુનગરમાં શરૂ થવાથી પૂર્વ વિસ્તારના રહેવાસીઓને મોટી રાહત મળશે.
અરજદારોને વધુ સારી સુવિધાઓ મળશે
અગાઉ મીઠાખળી વિસ્તારમાં આવેલું પાસપોર્ટ સેવા કેન્દ્ર નાગરિકોને પડતી અગવડતાઓ, ખાસ કરીને પાર્કિંગ અને અન્ય મુશ્કેલીઓને કારણે પૂર્વ વિસ્તારમાં ખસેડવામાં આવ્યું છે. આ નિર્ણયથી અરજદારોને વધુ સારી સુવિધાઓ મળી રહી છે.
ચૂંટણીમાં ભાજપ વોર્ડ દીઠ તૈયાર કરશે 12 નામોની પેનલ: જાણો 12 માંથી કેવી રીતે નક્કી કરવામાં આવશે 4-4 નામો






