રાજ્યમાં અવારનવાર ડ્રગ્સની હેરાફેરીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે ડ્રગ્સની હેરાફેરીમાંનાસતા ફરતા આરોપીની અમદાવાદ NCBએ ધરપકડ કરી છે. નોંધનીય છે કે આ પહેલાં NCB અમદાવાદ ઝોનલ યુનિટે 2.03 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું અને જાન્યુઆરી 2003માં અનવર ખાન પઠાણ અને ફિરદોશ ખાન પઠાણ નામના બે આરોપીની ધરપકડ કરી હતી. જોકે 2024માં આરોપી અનવર પઠાણના જામીન કોર્ટે રદ્દ કર્યા હતા. બાદમાં આરોપી કોર્ટ સમક્ષ હાજર ન થતા ફરાર થઈ ગયો હતો. જોકે, હવે NCBએ આરોપીને ઝડપી પાડ્યો છે અને નડિયાદ જેલામાં મોકલવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદ NCBને મોટી સફળતા મળી છે. ડ્રગ્સ હેરાફેરી કેસમાં ભાગતા ફરતા આરોપીની ધરપકડ કરી છે. જાન્યુઆરી 2003માં અનવર ખાન પઠાણ અને ફિરદોશ ખાનની ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીને ટ્રાયલ કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે બન્ને આરોપીએ ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરાયેલા ચુકાદાને નામદાર હાઇકોર્ટ ગુજરાત સમક્ષ પડકાર્યો હતો. ત્યારબાદ તેઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. બંને દોષિતોને માનનીય અદાલત દ્વારા 2010 માં જામીન આપવામાં આવ્યા હતા. આ મામલાની સુનાવણી કર્યા પછી સુપ્રીમ કોર્ટે 2024માં આરોપીને દોષિત સાબિત કર્યો હતો. જોકે આરોપી ફરાર થઈ ગયો હતો. બાદમાં ગુજરાત પોલીસના સતત પ્રયત્નો બાદ પોલીસે આરોપીને ઝડપી પાડી હાલ નડિયાદ જેલમાં ધકેલી મુક્યો છે.






