Home Gujarat Ahmedabad Motera Stadium World Cup Final Ticket Black Marketing Arrest

World Cup Final પહેલા મોટેરા સ્ટેડિયમ બહાર કાળાબજારીનું 'ક્લીન બોલ્ડ' : ક્રાઇમ બ્રાન્ચે ટિકિટોના ઉંચા ભાવ વસૂલતા ઠગને દબોચ્યો

World Cup Final પહેલા મોટેરા સ્ટેડિયમ બહાર કાળાબજારીનું 'ક્લીન બોલ્ડ'
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 12:23 PM IST

અમદાવાદમાં આવતીકાલે યોજાનારી ICC Men's T20 World Cup Final 2026 ને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સુરક્ષા અને દેખરેખ કડક બનાવવામાં આવી છે. આ દરમિયાન Narendra Modi Stadium બહાર ટિકિટોની કાળાબજારી કરતો એક ઇસમ ઝડપાયો છે.

મળતી માહિતી મુજબ ચાંદખેડા વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન-2 દ્વારા કાર્યવાહી કરીને ટિકિટો વધુ ભાવે વેચતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-1 ના માર્ગદર્શન હેઠળ ઝોન-2 ના નાયબ પોલીસ કમિશનર ભારત રાઠોડની સૂચના મુજબ ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરમિયાન પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કે. ડી. પટેલની ટીમને મળેલી ખાનગી બાતમીના આધારે મોટેરા સ્ટેડિયમ બહાર દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં એક વ્યક્તિ રૂ. 2000 કિંમતની મેચ ટિકિટને રૂ. 11,000ના ઊંચા ભાવે વેચવાનો પ્રયાસ કરતો હોવાનું સામે આવ્યું.

પોલીસે સ્થળ પરથી બે ટિકિટ જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીની ઓળખ વંશ હિરલકુમાર શાહ તરીકે થઈ છે, જે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહે છે.

પોલીસે જણાવ્યું છે કે મોટા રમતોના ઇવેન્ટ દરમિયાન ટિકિટોની કાળાબજારી રોકવા માટે ખાસ ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ અને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now