Home Gujarat Ahmedabad Md Drugs Seized Naroda Nikol Road Two Arrested

નશાના નેટવર્ક પર પોલીસનો પ્રહાર : જોધપુરથી અમદાવાદ ડ્રગ્સ સપ્લાય કરતા બિસ્નોઈ બંધુઓ પોલીસ સકંજામાં

નશાના નેટવર્ક પર પોલીસનો પ્રહાર
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Mar 24, 2026, 01:20 PM IST

અમદાવાદમાં નશીલા પદાર્થો સામે પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. નરોડા-નિકોલ રોડ વિસ્તારમાં પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવી હતી.

માહિતી મુજબ, પોલીસને જાણ મળી હતી કે નરોડા-નિકોલ રોડ પર બે શખ્સ શંકાસ્પદ પ્રવૃત્તિ કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ 27 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 84,000 છે. ઉપરાંત અન્ય મુદ્દામાલ સાથે કુલ રૂ. 1,24,000નો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

ઝડપાયેલા આરોપીઓની ઓળખ રામપાલ બિશ્નોઇ અને મહેન્દ્ર બિસ્નોઇ તરીકે થઈ છે. બંને મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ તેઓ અમદાવાદના દસ્ક્રોઈ વિસ્તારમાં રહેતા હતા અને મજૂરી કામ કરતા હતા.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓ પૈસા કમાવવાના હેતુથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયા હતા. તેઓ જોધપુરથી એમડી ડ્રગ્સ લાવતા હોવાની પણ માહિતી સામે આવી છે.

પોલીસે જણાવ્યું છે કે હાલ બંને આરોપીઓનો કોઈ અગાઉનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી, છતાં વધુ તપાસ ચાલી રહી છે.

આ મામલે ડીસીપી ઝોન-4 અતુલ કુમાર બંસલે જણાવ્યું કે ડ્રગ્સના સ્ત્રોત અને નેટવર્ક અંગે તપાસ કરવામાં આવી રહી છે અને જરૂરી કડક પગલાં લેવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now