Home Gujarat Ahmedabad Heavy Rain Low Lying Areas Flooded

અમદાવાદમાં વરસાદની ધમધોકાર બેટિંગ : ગરમીથી રાહત, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

અમદાવાદમાં વરસાદની ધમધોકાર બેટિંગ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 16, 2025, 06:59 AM IST

રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની આગાહી વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી મારી છે, ત્યારે આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના મણિનગર, અમરાઈવાડી અને ખોખરા, ગીતા મંદિર, રાયપુર, પાલડી, વાસણા અને જીવરાજપાર્ક, ગુરૂકુળ રોડ, વસ્ત્રાપુ, ઈસ્કોન સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો છે.


અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત

અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે, જેનાથી શહેરીજનોમાં અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે. પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, સેટેલાઈટ અને જોધપુર જેવા પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં ધમધોકાર વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા

ટ્રાફિક જામ

વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. નવા વાડજ - અખબાર નગર સર્કલ પાસે અન્ડર બ્રિજ નજીક ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now