Home Gujarat Ahmedabad Diwali Firecrackers Pollution Aqi 300 Crossed

દિવાળીમાં અમદાવાદની હવા બની ઝેરી : AQI 300ને પાર, દિલ્હી જેવી હાલત અમદાવાદની?

દિવાળીમાં અમદાવાદની હવા બની ઝેરી
Published by: OBS Bureau
Last Updated: Oct 21, 2025, 04:51 AM IST

દિવાળીની ઉજવણી દરમિયાન શહેરમાં ફટાકડાઓના ધડાકાઓએ ખુશીના પળો તો આપ્યા, પરંતુ તેના પરિણામે અમદાવાદની હવાની ગુણવત્તામાં ભારે ગડબડ જોવા મળી છે. રાત્રિના સમયે શહેરના અનેક વિસ્તારોમાં Air Quality Index (AQI) 300ને પાર કરી ગયો હતો, જે આરોગ્ય માટે ખૂબ જોખમકારક સ્તર ગણાય છે.

શહેરના ચાંદખેડા, બોપલ, નારોલ, થલતેજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા અને શીલજ જેવા વિસ્તારોમાં હવામાં ઝેરી તત્વોનું પ્રમાણ સામાન્ય કરતાં અનેકગણું વધ્યું હતું. લોકો ફટાકડાઓ ફોડતા હતા ત્યારે ધુમાડો અને ધૂળના કણો હવામાં છવાઈ જતા શ્વાસ લેવામાં મુશ્કેલીની સ્થિતિ ઉભી થઈ હતી.

રાજ્ય સરકારે અગાઉથી સૂચના આપી હતી કે રાત્રે માત્ર 8 થી 10 વાગ્યા સુધી ફટાકડાઓ ફોડવાની પરવાનગી રહેશે. છતાંય લોકો દ્વારા મોડી રાત સુધી ફટાકડાઓ ફોડાતા હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતું ગયું. જેના કારણે નાના બાળકો, વૃદ્ધો અને અસ્થમા કે શ્વસન સંબંધિત સમસ્યા ધરાવતા લોકો માટે પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી.

Air Quality Index અનુસાર હવાની ગુણવત્તા 0થી 100 વચ્ચે હોય તો તેને સારી ગણાય છે, 101થી 200 સુધી મધ્યમ અને 201થી 300 વચ્ચેની હવા ખરાબ ગણાય છે. જ્યારે 301થી 400 વચ્ચે AQI પહોંચે ત્યારે હવા ખૂબ ખરાબ અને 401થી 500 વચ્ચે હોય ત્યારે અત્યંત જોખમકારક ગણાય છે.

પર્યાવરણ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ દિવાળી દરમિયાન પ્રદૂષણનું પ્રમાણ સામાન્ય દિવસોની તુલનામાં ચારથી પાંચ ગણું વધે છે. ફટાકડાઓમાં રહેલા ઝેરી ધાતુઓ જેમ કે બેરિયમ, કૉપર, લેડ અને મેગ્નેશિયમ સળગવાથી હવામાં ઝેરી કણો ભળી જાય છે, જેનાથી શ્વાસ લેતી વખતે શરીરમાં હાનિકારક તત્વો પ્રવેશે છે.

અસ્થમાના દર્દીઓ માટે આવી હવા વધુ જોખમરૂપ સાબિત થઈ શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે આવા દિવસોમાં બહાર જવાનું ટાળવું, ઘરમાં એર પ્યુરીફાયરનો ઉપયોગ કરવો અને જરૂરી હોય તો માસ્ક પહેરવું. ફટાકડાના ધુમાડાથી બચવા માટે ઘરના બારણાં અને બારીઓ બંધ રાખવા પણ સૂચના આપવામાં આવી છે.

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) મુજબ ભારતમાં અસ્થમાના દર્દીઓની સંખ્યા આશરે 35 મિલિયન છે અને વાયુ પ્રદૂષણ એ આ રોગ માટેનું મુખ્ય કારણ ગણાય છે. દિવાળી દરમિયાન શહેરોમાં AQI “Severe” કેટેગરી સુધી પહોંચતા દર્દીઓ માટે તકલીફજનક પરિસ્થિતિ ઉભી થાય છે.

દિવાળી આનંદનો તહેવાર છે, પરંતુ પર્યાવરણને નુકસાન પહોંચાડતી ઉજવણીના પરિણામે હવા ખતરનાક બની જાય છે. નિષ્ણાતો કહે છે કે લોકો પર્યાવરણમિત્ર દિવાળી ઉજવે, દીયા અને પ્રકાશથી આનંદ વહેંચે અને ફટાકડાના ધુમાડાથી દૂર રહીને સ્વચ્છ અને સુરક્ષિત તહેવાર મનાવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
'દરેક બૂથમાં વિજય'ના લક્ષ્યાંક સાથે કાર્યકર્તાઓને હાકલ
ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં આજથી આચારસંહિતાનો અમલ શરૂ
ચૂંટણી પહેલા જ એક્શન મોડમાં તંત્ર!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય