Home Gujarat Ahmedabad Ahmedabad Crime News Vasna Police Station Bharavad Vas

Ahmedabad ના વાસણામાં મધરાતે મોતનો તાંડવ : ઘર આંગણે સૂતેલા યુવક પર અજાણ્યા શખ્સનો જીવલેણ હુમલો, બહેન જોતી રહી ગઈ

Ahmedabad ના વાસણામાં મધરાતે મોતનો તાંડવ
Published by: Chintan Chavda
Last Updated: Mar 24, 2026, 05:49 AM IST

Ahmedabad શહેરના વાસણા વિસ્તારમાં 23 માર્ચની મધરાતે એક કાળજું કંપાવતી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 25 વર્ષીય યુવકની અજાણ્યા હુમલાખોર દ્વારા તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. ઘટનાના સમયે યુવકની બહેન પણ નજીકમાં હાજર હતી અને તેની સામે જ આ કૃત્ય બન્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, ભરવાડ વાસ વિસ્તારમાં રહેતો હિતેશ મેઘવાલ પોતાના પરિવાર સાથે રહેતો હતો. ઘટનાની રાત્રે હિતેશ ઘરની બહાર ખુલ્લી જગ્યામાં સૂતો હતો, જ્યારે તેની બહેન જ્યોતિ બાજુના પલંગ પર આરામ કરી રહી હતી. રાત્રિના અંદાજે અઢી વાગ્યાના સમયે એક અજાણ્યો શખ્સ ત્યાં આવી પહોંચ્યો અને સુતા હિતેશ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો શરૂ કર્યો.

હુમલા દરમિયાન હિતેશના ચીસોના અવાજથી જ્યોતિ જાગી ગઈ અને તેણે પોતાના ભાઈ પર થઈ રહેલા હુમલાને પોતાની આંખો સામે જોયો. જ્યોતિએ આરોપીને રોકવાનો પ્રયત્ન કરતાં ‘મારા ભાઈને કેમ મારો છો?’ એવી બૂમ પાડી, પરંતુ હુમલાખોર તરત જ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

હુમલા બાદ હિતેશ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેના શરીરમાંથી ભારે રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. જ્યોતિના ચીસોથી આસપાસના લોકો અને પરિવારના સભ્યો સ્થળ પર ભેગા થયા હતા. તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ તબીબોએ તપાસ બાદ હિતેશને મૃત જાહેર કર્યો હતો.

ઘટનાની જાણ થતાં વાસણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now