અમદાવાદના ચાંદખેડા વિસ્તારમા દુઃખદ ઘટના અને ચકચાર મચાવતી ઘટના બની છે. અહીં એક યુવતીએ 14મા માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યં છે. આ આપઘાત મામલે પોલીસ તપાસ હાથ ધરી હતી. ACP ડી વી રાણાએ કહ્યું કે, યુવતી પર તેના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા અને તેની સાથે મળેલા હાર્દિક રબારી દ્વારા ન્યૂડ વીડિયો બનાવી બ્લેકમેઇલ કરવામાં આવી રહી હતી''.
ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી 'ને... આપઘાત
વધુમાં ACPએ કહ્યું કે, મૃતક યુવતી અને મોહિત વચ્ચે પ્રેમસંબંધ હતો. મોહિત અને હાર્દિકે યુવતીનો ન્યૂડ વીડિયો બનાવ્યો અને તેને વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવવાના પ્રયાસો કર્યા હતો. યુવતીને મજબૂરીમાં મોહિતને રૂપિયા 6000 આપ્યા હતા તેમજ પોતાની સોનાની ચેઇન પણ ગીરવે મુકી હતી, આ મામલે યુવતી તેના મિત્ર સાથે સોલા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને પોલીસની હાજરીમાં વીડિયો ડિલીટ કરાવાયો હતો. તેમ છતાં મોહિત અને હાર્દિકે ફરીથી બ્લેકમેઇલ કરવાનું ચાલુ રાખ્યું. અંતે, વીડિયો ફરી વાયરલ થવાના ડરમાં યુવતીએ 14મા માળેથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો છે''
પોલીસે વધુ તપાસ હાથધરી
પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને આરોપી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને તાત્કાલિક તેને પકડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ચાંદખેડા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે
રેલવેમાં મુસાફરી કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર: બુલેટ ટ્રેનના કામે કારણે અનેક ટ્રેનો રદ, જાણો ટ્રેનોના રૂટ અને સમય બદલાયા






