Home Gujarat Ahmedabad Ahmedabad Child Sma Treatment Fundraiser Dhrishiv

અમદાવાદમાં '7 મહિનાના માસૂમ' માટે જીવ બચાવતી લડત : SMA સારવાર માટે ફંડ એકત્ર કરવાની અપીલ

ધ્રિશિવ સોની
Published by: Chintan Chavda
Last Updated: Apr 29, 2026, 06:47 AM IST

અમદાવાદ: કહેવાય છે કે આફત ક્યારેય કહીને નથી આવતી, અને જ્યારે તે કોઈ મધ્યમવર્ગીય પરિવાર પર ત્રાટકે ત્યારે આર્થિક સંકડામણ પહાડ જેવી બની જાય છે. અમદાવાદના આનંદનગરમાં રહેતા સોની પરિવાર સાથે પણ કંઈક આવું જ બન્યું છે. તેમના માત્ર 7 મહિનાના વ્હાલસોયા પુત્ર ધ્રિશિવ સોનીને 'સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી' (SMA) નામની અત્યંત દુર્લભ અને જીવલેણ બીમારી થઈ છે.

શું છે આ ગંભીર બીમારી?

SMA એક એવી જિનેટિક બીમારી છે જેમાં બાળકના સ્નાયુઓ ધીમે ધીમે નબળા પડવા લાગે છે. સમય જતાં શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થાય છે. ધ્રિશિવના પિતા દર્શનભાઈના જણાવ્યા અનુસાર, બાળકની ગરદન સ્થિર ન રહેવી અને શારીરિક હલનચલન ઓછું થતા જ્યારે રિપોર્ટ કરાવ્યા ત્યારે આ ચોંકાવનારી બીમારી સામે આવી હતી. હાલમાં બાળકને દર મહિને 70 થી 80 હજારની મોંઘી સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે.

18 કરોડનું એક ઈન્જેક્શન: પરિવારની મથામણ

આ બીમારીના કાયમી ઈલાજ માટે અમેરિકાથી 'ઝોલ્જેન્સમા' (Zolgensma) નામનું જીન ઈન્જેક્શન મંગાવવું પડે તેમ છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 18 કરોડ રૂપિયા છે. એક મધ્યમવર્ગીય પરિવાર માટે આટલી માતબર રકમ એકઠી કરવી અશક્ય સમાન છે. આમ તો અંદાજિત 18 કરોડ રૂપિયાનું એન્જેક્શન હોય છે પરંતુ હાલ પરિવાર 9.5 કરોડ રૂપીયાની જરૂર છે. જે માટે ધ્રિશિવ સોનીના પિતાએ સોશિયલ મીડિયાની મદદ લીધી છે.

આ પણ વાંચો: કતારગામમાં પેશન્ટ ભરેલી એમ્બ્યુલન્સને નડ્યો ભયાનક અકસ્માત : ઓવરટેક કરવા જતાં બહાદુરસિંહ બ્રિજ પર ડિવાઈડર ચીરી નાખ્યું

ક્રાઉડ ફંડિંગ અને મદદની અપીલ

બાળકના પિતાએ પોતાના સંતાનનો જીવ બચાવવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી ક્રાઉડ ફંડિંગની શરૂઆત કરી છે. જો આગામી થોડા જ મહિનામાં આ ઈન્જેક્શનની વ્યવસ્થા થઈ જાય તો ધ્રિશિવને નવજીવન મળી શકે તેમ છે. સરકાર તરફથી પણ બાકીની રકમમાં ટેક્સમાં રાહત મળે તેવી આશા પરિવાર રાખી રહ્યો છે.

ધ્રિશિવ સોનીના પિતા દર્શન સોનીએ Offbeat Stories ના માધ્યમે મદદની અપીલ કરતાં જણાવ્યું કે, "અમારા 7 મહિનાના ધ્રિશિવને રેર જેનેટિક ડીસીઝ 'સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી' ટાઈપ-1 ડિટેક્ટ થઈ છે, જે ખૂબ જ ગંભીર બીમારી છે. આ બીમારીમાં શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. આ બીમારીની સારવાર ખૂબ મોંઘી છે, જેની માટે અમે નાની-મોટી શક્ય મદદ માટે અપીલ કરી રહ્યા છીએ."

માસૂમ ધ્રિશિવ ફરીથી હસતો-રમતો થાય તે માટે સોની પરિવારે દાતાઓને ઉદાર હાથે મદદ કરવા વિનંતી કરી છે. તમારી નાની એવી મદદ આ પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. જો તમને પણ આ 7 મહિનાના માસૂમ માટે મદદ માટે તમે dhrishivfightssma પર જઈને મદદ કરી શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now