Home Gujarat Ahmedabad Becomes Host Of 2030 Commonwealth Games

અમદાવાદ બન્યું 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન : સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થયેલી બેઠકમાં લેવાયો નિર્ણય

અમદાવાદ બન્યું 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2025, 01:53 PM IST

Ahmedabad commonwealth : સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ (CWG)ની જનરલ એસેમ્બલીમાં આજે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. એસેમ્બલીમાં અમદાવાદને 2030 ના કોમનવેલ્થ ગેમ્સના યજમાન શહેર તરીકે સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત થતા જ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો છે.

અમદાવાદ પહેલીવાર મોટો મલ્ટી-સ્પોર્ટ્સ ઈવેન્ટનું આયોજન કરશે

ગ્લાસગોમાં થયેલી બેઠકમાં અમદાવાદ દ્વારા મોકલાયેલ દરખાસ્તને જનરલ એસેમ્બલીએ લીલી ઝંડી આપી અને ભારતને મોટા આંતરરાષ્ટ્રીય રમતોત્સવની યજમાની સોંપી છે. આ નિર્ણયથી ભારત 2010 પછી ફરી મોટી વૈશ્વિક રમતોની યજમાની કરનાર દેશ બનશે, જ્યારે અમદાવાદ પહેલીવાર મોટો મલ્ટી-સ્પોર્ટ્સ ઈવેન્ટનું આયોજન કરશે.

ગુજરાતના આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં વધારો થશે

કોમનવેલ્થ ગેમ્સના મુખ્ય કાર્યક્રમો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પૈકી એક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને આધુનિક સુવિધાઓથી સજ્જ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે. આ બંને સ્થળો પર આંતરરાષ્ટ્રીય સ્તરના રમતોને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને તરફથી લાંબા સમયથી ચાલતી તૈયારીઓ, પ્રેઝન્ટેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આયોજનને આ વૈશ્વિક માન્યતા મળતા ગુજરાતીઓમાં ગર્વની લાગણી ફેલાઈ છે. આ નિર્ણય માત્ર રમતગમત જ નહીં પરંતુ ગુજરાતના આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠામાં પણ વધારો કરશે.

2030 કોમનવેલ્થ ગેમ્સથી અમદાવાદ વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ સિટી તરીકે ઊભરશે અને શહેરને ટ્રાન્સપોર્ટેશન, હોટેલ, રમતોના માળખાં અને પ્રવાસનના ક્ષેત્રે વિશાળ લાભ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now