Home Agriculture Agriculture February Crop Vegetables Peas Cabbage Capsicum Radish Farmer Income

5 પાક માટે આ સમય છે સૌથી બેસ્ટ : ફેબ્રુઆરીમાં આ શાકભાજીની ખેતી કરશે માલામાલ, ઓછા સમય અને ખર્ચમાં મળશે જબરદસ્ત નફો!

5 પાક માટે આ સમય છે સૌથી બેસ્ટ
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2025, 06:22 AM IST

શાકભાજીની ખેતીમાં યોગ્ય સમયે વાવણી ખુબ જ જરૂરી છે. ત્યારે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનો ખુબ જ મહત્વનો હોય છે. ફેબ્રુઆરીમાં આ પાંચ શાકભાજીની ખેતી કરવાથી ઓછો ખર્ચ અને ઓછા સમયમાં ખેડૂતો સારી આવક મેળવી શકે છે. તો આવો જાણીએ કે કઈ શાકભાજી માટે ફેબ્રુઆરી મહિનો ખાસ છે અને કેવી રીતે ખેડૂતો મેળવી શકે છે તગડી આવક.
પાલકની ખેતીમાં શું રાખશો કાળજી?
પાલક એક એવી શાકભાજી છે જેને સરળતાથી ઉગાડી શકાય છે અને શિયાળામાં તેની ખૂબ માંગ હોય છે. ફેબ્રુઆરીમાં પાલકની વાવણી કરવાથી સારું ઉત્પાદન મળે છે. માત્ર 30થી 40 દિવસમાં પાલક તૈયાર થઈ જાય છે. ભરપૂર માત્રામાં પોષક તત્વો ધરાવતી પાલક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જેથી તેની બજારમાં કિંમત પણ સારી મળે છે. જેથી ફેબ્રુઆરીમાં પાલકની ખેતી ખેડૂતો માટે સારો વિકલ્પ ગણવામાં આવે છે.
વટાણા અને કોબીની ખેતી
વટાણા અને કોબીની ખેતી કરવા માટે ફેબ્રુઆરી મહિનાનો સમય ખુબ જ યોગ્ય માનવામાં આવે છે. વટાણા અને કોબીના છોડ ઠંડા હવામાનમાં સારી રીતે વિકસે છે. વટાણાનો પાક લગભગ 60થી 90 દિવસમાં તૈયાર થઈ જાય છે. જેની બજારમાં કિંમત પણ સારી મળે છે. કોબીનો પાક 2થી 3 મહિનામાં તૈયાર થાય છે. તેના પાંદડામાં ઘણા પોષક તત્વો હોય છે અને બજારમાં તેની હંમેશા સારી કિંમત મળે છે.
મૂળાથી થશે મબલક આવક
મૂળાની ફેબ્રુઆરીમાં વાવણી કરવાથી સારું ઉત્પાદન મળી શકે છે. મૂળાનો પાક 30થી 40 દિવસમાં તૈયાર થઈ જાય છે. મૂળામાં ફાઈબર અને વિટામિન સી જેવા ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. એટલા માટે જ મૂળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બજારમાં મૂળાની સારી માંગ હોવાથી મૂળાની ખેતી ખેડૂતો માટે ફાયદાકારક છે.
કેપ્સીકમની ખેતી
ફેબ્રુઆરીમાં કેપ્સીકમની ખેતી ખેડૂતો માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કેપ્સીકમના છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ અને પાણીની જરૂર હોય છે. કેપ્સિકમની ખેતી માત્ર સારો નફો જ નથી આપતી, પરંતુ તે ખેડૂતો માટે સ્થિર આવકનો સ્ત્રોત પણ બની શકે છે. શિયાળાની સાથે આખ વર્ષ દરમિયાી કેપ્સીકમી માગ રહે છે. જેથી ખેડૂતોને કેપ્સીકમની ખેતીમાં સારી આવક થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now