Home International Agrawoman Dead Body Found In Closed Room In Agra Ants Crawling On Her Body

લાશ પર ઊભરાઈ ગયી હતી કીડીઓ આવી હાલતમાં મળ્યો મૃતદેહ : સાડીથી મળી હતી મૃતદેહની ભાળ

લાશ પર ઊભરાઈ ગયી હતી કીડીઓ આવી હાલતમાં મળ્યો  મૃતદેહ
Published by: OBS Bureau
Last Updated: Jul 11, 2025, 06:33 AM IST

પહેલા માળેથી મળ્યો હતો એલમ દેવીનો મૃતદેહ તેની ૬ વર્ષની દીકરી ચાંદની સાથે હતી તેની સાસુ સરોજ દેવી. પિયરવાળાઓ દ્વારા ઘણા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે કે આવું કેવી રીતે બની શકે. તેમની સાસુની ભૂમિકાની પણ તપાસ કરવાની માંગણી કરાઈ છે.

આગરામાં બાહના બટકેશ્વરના પંજાય મહોલ્લામાં ગુરુવારની બપોરે ૨ કલાકની આસપાસ ઘરના પહેલા માળે એલમ દેવીનો મૃતદેહ બેડ પર સંદિગ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો. સાસરી દ્વારા એલમ દેવીને ત્યાંથી ક્યાય ફરાર થયી જવાના સમાચાર આપ્યા બાદ તરત પિયરપક્ષ દ્વારા બુધવારથી તેની તપાસની કામગીરી હાથ ધરાઈ હતી. અને ગુરુવારે આખરે તેના ઘરે પહોચ્યા હતા. ત્યાં તપાસ કરતા જોવા મળ્યું કે એલમ દેવીના મૃતદેહ પર કીડીઓ ઉભરાયેલ હતી. તેના ચહેરા પર ઢસેડવાના નિશાનો જોવા મળ્યા હતા. તેના પતિ પર પિયરપક્ષ દ્વારા હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.


નવ વર્ષ પહેલા થયા હતા એલમ દેવીના લગ્ન

પોલીસ દ્વારા મળેલ જાણકારી મુજબ પંજાય મહોલ્લાના વીરેન્દ્ર ઉર્ફે લલાના લગ્ન રતીમાંપુર,ભાદ્રોલીના એલમ દેવી સાથે લગભગ ૯ વર્ષ અગાઉ થયા હતા. તેઓની ૬ વર્ષની એક દીકરી છે જેનું નામ ચાંદની છે. મરનાર એલમ દેવીના માતા રામરતી દેવીએ પોલીસને જણાવ્યું હતું કે સાસરીપક્ષે અમને જણાવ્યું હતું કે બુધાવરે એલમ દેવી ઘરેથી ભાગી ગયી છે. તેના પતિ સાથે બોલાચાલી થયા બાદ તે ઘરેથી નીકળી ગયી છે. ત્યારથી જ અમે તેની તપાસ કરી રહ્યા હતા.

પતિ સમેત સાસરીનું કોઈ પણ ઘરે હજાર ન હતું
શોધખોળ કર્યા બાદ પણ કાઈ જાણકારી ન મળતા અંતે અમે તેના ઘરે પહોચ્યા અને ત્યાં તપાસ કરી તો તેનો મૃતદેહ પહેલા માળે પલંગ પર પડેલો મળ્યો.પતિ સહીત પરિવારનું કોઈ પણ ત્યાં હાજર ન હતું. મૃતકની માતા,પિતા અને ભાઈ દ્વારા એલમ દેવીની હત્યા થયી હોવાની શંકા કરી છે. સુચના મળ્યા બાદ ડીસીપી અને પોલીસ ટીમ ફોરન્સીકની સાથે ઘટના સ્થળે પહોચી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી હતી. ડીસીપી એ જણાવ્યું કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને મળેલ જાણકારીના આધારે આગળ તપાસ કરવામાં આવશે. એલમ દેવીનો મૃતદેહ જોયા બાદ તેના પરિવારના લોકો ખુબ જ ગમગીન છે તેની માતાએ હત્યામાં સંકળાયેલા લોકો પ ર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પહેલા માળે મળ્યો મૃતદેહ નીચે રહેતી સાસુને ન પડી કોઈ ખબર
એલમ દેવીનો મૃતદેહ ઘરના ઉપરના માળમાં ૨ દિવસથી પળ્યો હતો,તેની ૬ વર્ષની દીકરી ચાંદની સાથે નીચેના ઘરે રહેતી હતી તેની સાસુ સરોજ દેવી. તેના પિયરપક દ્વારા સવાલો કરાઈ રહ્યા છે કે આવું કેમનું બની શકે? તેઓએ તેના સાસુની ભૂમિકાઓ પર સવાલ ઉઠાવ્યા છે. મૃતકના ભાઈએ પોલસને જણાવ્યું કે ચાંદનીને લઇ તે ગુરુવારે ભદરોલી પહોચી ગયી હતી. તેમની પુછપરછ કરતા તેઓએ જણાવ્યું કે એલમ દેવી બુધવારે નવી સાડી પહેરીને ઘરેથી જતી રહી હતી. પિયર વાળા ગુરુવારે તેના ઘરે પહોચ્યા ત્યારે પ્રથમ નીચેના માળે તપાસ કરી ત્યાં કાઈ ન મળતા ઉપરના માળે તપાસ કરવા ગયા દરવાજો ખોલતાની સાથે જ એલમ દેવીનો મૃતદેહ જોતાની સાથે જ તેઓ ચીસ પાડીરડવા લાગ્યા.

નશામાં ઘરે આવેલા પતિ સાથે થયો હતો ઝગડો
વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તેનો પતિ વીરેન્દ્ર ઉર્ફે લલા બટેશ્વરમાં ચાઉંમીનની લારી ચલાવતો હતો અને આજુ બાજુના લોકોએ જણાવ્યું કે ૧૨ હજાર કમાણીમાંથી ૧૧ હજાર તેણે દારૂમાં ઉડાવી દીધા હતા તે મુદ્દા પર બંને વચ્ચે બોલચાલ થયી હતી. મંગળવારે સાંજે તે જયારે ઘરે પહોચ્યો ત્યારે બંને વચ્ચે બબાલ થયી હતી. ગુરુવારે જેઠાણીએ જણાવ્યું કે બપોરે ૨ કલાકે એલમ દેવી ઘર છોડી જતી રહી છે

ઇટાવામાં મળ્યા તેના પતિનું લોકેશન
એલમ દેવીના ભાઈ મુન્નાલાલે પોલસને જણાવ્યું કે જયારે તેઓ ગુરુવારની સવારે તપાસ કરવા નીકળ્યા ત્યારે તેની સાસુ સરોજ દેવી ચાંદનીને લઈને તેની દુકાન પર પહોચી હતી. જયારે બંનેને લઈને બટેશ્વર પહોચ્યા ત્યારે તેની મોટી બહેને તેની સાસુને એલમ દેવીની સાડી પહેરવા પર સવાલ કર્યા અને ઘરમાં તપાસ કરી તો ઘરેથી જ મૃતદેહ મળી આવ્યો, સબંધીઓ દ્વારા જાણવા મળ્યું કે તેનો પતિ ગુરુવારની સવારે ઇટાવાના હદ્દોલી બસ સ્ટેશન પર જોવા મળ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર