Bangladesh Violence: બાંગ્લાદેશમાં લઘુમતીઓ સુરક્ષિત નથી. અગાઉ અહીં હિન્દુઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. હવે ખ્રિસ્તીઓના સતાવણીના અહેવાલો બહાર આવી રહ્યા છે. અજાણ્યા બદમાશોએ ક્રિસમસની રાત્રે બંદરબન જિલ્લામાં ત્રિપુરા સમુદાયના 17 ઘરોને આગ ચાંપી દીધી હતી. ધ ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે તે બધા ક્રિસમસ તહેવારમાં ભાગ લેવા માટે બીજા ગામમાં ગયા હતા. તેમના ગામમાં કોઈ ચર્ચ નહોતું.
રિપોર્ટ અનુસાર ત્રિપુરા સમુદાયના 19માંથી 17 ઘર સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયા હતા. આ ઘટના બાદ પીડિતા ગંગામણિ ત્રિપુરાએ કહ્યું કે, "આજનો દિવસ અમારો સૌથી ખુશીનો દિવસ હતો, પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે ક્રિસમસ પર આવું કંઈક થશે. અમે ગુનેગારોને કડક સજાની માંગ કરીએ છીએ."
બળજબરીથી કાઢી મુક્યા હતા
કુંડજિરી વિસ્તારમાં ત્રિપુરા સમુદાય ઘણી પેઢીઓથી રહે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર થોડા વર્ષો પહેલા તેઓને બળજબરીથી ત્યાંથી કાઢી મુકવામાં આવ્યા હતા, આ વિસ્તાર એક પોલીસ અધિકારીની પત્નીને ભાડે આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યા. મહિલા અવામી લીગના શાસન દરમિયાન પોલીસ મહાનિરીક્ષક હતા. લોકોને દૂર કર્યા બાદ ગામમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
નઈ ટોંદગઝિરીના પ્રમુખ પૈસાપ્રુ ત્રિપુરાએ જણાવ્યું કે, તેમનો સમુદાય ત્રણથી ચાર પેઢીઓથી અહીંયા રહે છે. પાંચ વર્ષ પહેલા એક સમૂહએ પોતાને "SPના લોકો" જણાવીને તેઓને ત્યાંથી બહાર કાઢી મુક્યા હતા. આરોપ છે કે, તેઓએ કહ્યું કે જમીન બેન્જીર અહેમદની પત્નીને ભાડે આપવામાં આવી હતી. અવામી લીગ સરકારના પતન પછી, ત્રિપુરા સમુદાય પાછો ફર્યો, નવા મકાનો બનાવ્યા અને ત્યાં રહેવા લાગ્યા.






