Home Sports After Bangladesh One More Team Will Boycott 2026 T20 World Cup Know What Is The Fact

બાંગ્લાદેશ પછી વધુ એક ટીમ 2026 ના T20 વર્લ્ડ કપનો કરશે બોયકોટ! : કેમ અચાનક આવી ચર્ચા? જાણો શું છે હકીકત

બાંગ્લાદેશ પછી વધુ એક ટીમ 2026 ના T20 વર્લ્ડ કપનો કરશે બોયકોટ!
Published by: OBS Bureau
Last Updated: Jan 22, 2026, 01:09 PM IST

After Bangladesh, one more team to boycott 2026 T20 World Cup: બાંગ્લાદેશ સરકારે સ્પષ્ટ કર્યું છે કે, બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ 2026 T20 વર્લ્ડ કપમાં નહીં રમે. વર્લ્ડ કપની મેચો ભારતની બહાર શિફ્ટ કરવાની તેમની માંગ પૂરી ન થતાં તેમણે આ નિર્ણય લીધો છે. આ પછી ચર્ચાએ જોર પકડ્યું છે કે, બાંગ્લાદેશ પછી પાકિસ્તાન પણ T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરી શકે છે. જાણો શું છે, આ દાવાઓનું સત્ય અને આ ચર્ચા પાછળનું સાચું કારણ.

બાંગ્લાદેશની મેચો ભારતમાંથી બહાર કરવા PCB નો પત્ર

ICC બોર્ડની બેઠક પહેલા, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડને એક પત્ર લખ્યો હતો, જેમાં તેણે બાંગ્લાદેશની ટીમને ભારતમાં ન મોકલવાના નિર્ણયને ઓફિશિયલ સમર્થન આપ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, બોર્ડની બેઠકમાં માત્ર પાકિસ્તાને જ BCB ને સમર્થન આપ્યું હતું. બોર્ડની બેઠકમાં ભારત માટે વધુ મત પડ્યા હતા, તેથી ICC એ સ્થળ બદલવાની બાંગ્લાદેશની માંગને નકારી કાઢી હતી. આ મામલામાં ન તો બાંગ્લાદેશ કે પાકિસ્તાનનો હાથ હતો.

BCB ના નિર્ણય પહેલા PCB એ લીધો હતો નિર્ણય

હવે બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ 2026 નો બહિષ્કાર કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાને તેને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હોવાથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, PCB પણ T20 વર્લ્ડ કપ 2026 નો બહિષ્કાર કરવાનો નિર્ણય લઈ શકે છે. બાંગ્લાદેશ સરકારનું નિવેદન જાહેર થાય તે પહેલા એક રિપોર્ટ સામે આવ્યો હતો કે, જો ICC બાંગ્લાદેશની તરફેણમાં નિર્ણય નહીં આપે તો પાકિસ્તાન પણ વર્લ્ડ કપનો બહિષ્કાર કરી શકે છે.

શું પાકિસ્તાન પણ કરશે બહિષ્કાર?

હાલના રિપોર્ટ્સ અનુસાર, PCB ના એક સૂત્રએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરી શકે નહીં, કારણ કે તેની મેચો પહેલાથી જ ભારતની બહાર રમાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા, BCCI અને PCB વચ્ચે ભારત-પાકિસ્તાન મેચો ન્યૂટ્રલ વેન્યુએ યોજવા માટે કરાર થયો હતો. T20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાનની મેચો શ્રીલંકામાં રમાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now