Home Tech/Gadgets After Apple And Google Eu Is Strict On Whatsapp It Will Have To Follow New Digital Rules

WhatsAppની મુશ્કેલીઓ વધી! : Apple, Google બાદ WhatsApp પર EUની કડકાઈ, નવા ડિજિટલ નિયમોનું કરવું પડશે પાલન

WhatsAppની મુશ્કેલીઓ વધી!
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2025, 02:08 PM IST

WhatsApp Faces EU Crackdown: એપલ, ગૂગલ અને માઇક્રોસોફ્ટની જેમ હવે વોટ્સએપે પણ યુરોપમાં કડક નિયમોનો સામનો કરવો પડશે. તમને જણાવી દઈએ કે Metaની મેસેજિંગ એપ યુરોપિયન યુનિયન (EU)ના ડિજિટલ સર્વિસ એક્ટ (DSA) હેઠળ નિર્ધારિત યુઝર લિમિટને વટાવી ગઈ છે. આ સાથે હવે ગેરકાયદે અને હાનિકારક ઓનલાઈન કન્ટેન્ટ સામે કડક કાર્યવાહી કરવી પડશે. તાજેતરના અહેવાલોમાં જાણવા મળ્યું છે કે તેના સક્રિય યૂઝર્સ હવે 46.8 મિલિયન સુધી પહોંચી ગયા છે. ચાલો જાણીએ તેના નિયમો વિશે.

પાર કર્યો DSAનો યુઝર બેન્ચમાર્ક
યુરોપિયન યુનિયન (EU)ના નવા ડિજિટલ નિયમો અનુસાર જો કોઈ ઓનલાઈન પ્લેટફોર્મ 45 મિલિયન માસિક સક્રિય યૂઝર્સની મર્યાદાને પાર કરે છે, તો તેને Very Large Online Platform (VLOP)ની શ્રેણીમાં મૂકવામાં આવે છે. 14 ફેબ્રુઆરીના રોજ વોટ્સએપના અહેવાલમાં જણાવાયું હતું કે ડિસેમ્બર 2024 સુધીમાં યુરોપમાં તેના સરેરાશ 46.8 મિલિયન માસિક યૂઝર્સ હતા. આ વાતની પુષ્ટિ કરતા યુરોપિયન કમિશનના પ્રવક્તા થોમસ રેગ્નિયરે કહ્યું કે WhatsApp હવે VLOP કેટેગરીમાં આવે છે.

કરવું પડશે DSAનું પાલન
આ ફેરફાર સાથે WhatsApp પાસે DSAના કડક નિયમોનું પાલન કરવા માટે ચાર મહિનાનો સમય રહેશે. હવે સવાલ એ થાય છે કે આમાં શું નિયમ છે.

ગેરકાયદેસર અને હાનિકારક કન્ટેન્ટને ઓળખવા અને તેને રોકવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.
મૂળભૂત અધિકારો, જાહેર સલામતી અને બાળ સુરક્ષા સંબંધિત જોખમોની તપાસ કરવી પડશે.
આ સિવાય જો તે કોઈ નિયમનું ઉલ્લંઘન કરે છે તો WhatsAppને વૈશ્વિક વાર્ષિક આવક પર 6% સુધીનો દંડ ભરવો પડી શકે છે.

Meta એ EU પર ઉઠાવ્યા પ્રશ્નો
વોટ્સએપની કંપની મેટા પહેલાથી જ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર આ નિયમોનું પાલન કરી રહી છે. પરંતુ સીઇઓ માર્ક ઝકરબર્ગ અને ગ્લોબલ પોલિસી ડાયરેક્ટર જોએલ કેપ્લાન EU ની તકનીકી નીતિઓની સતત ટીકા કરતા રહ્યા છે. મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સમાં બોલતા કેપલેને જણાવ્યું હતું કે જો EU મેટાને લક્ષ્ય બનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસેથી હસ્તક્ષેપની માંગ કરી શકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મેટા ફેક ન્યૂઝ સામે લડવા માટે પ્રતિબદ્ધ છે અને કોમ્યુનિટી નોટ્સ જેવી સુવિધા લઈને આવ્યું છે, જે યૂઝર્સને ફેક્ટ ચેકમાં મદદ કરશે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now