Home International After Air India Now Indigo Also Has Technical Glitches

AIR INDIA પછી હવે INDIGOમાં પણ ટેક્નિકલ ખામીઓ? : ચેન્નાઈથી ઉડાન ભરી, ચેન્નાઈ જ પરત ફર્યું

AIR INDIA પછી હવે INDIGOમાં પણ ટેક્નિકલ ખામીઓ?
Published by: OBS Bureau
Last Updated: Jun 20, 2025, 06:27 AM IST

ચેન્નઈથી મદુરાઈ જતી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટમાં હવામાં ટેક્નિકલ ખામી સર્જાતાં પાઇલટને એવિએશન કંટ્રોલ સાથે સંપર્ક साधી વિમાનને પાછું ચેન્નઈ એરપોર્ટ પર ઉતારવાની ફરજ પડી હતી. આ ઘટનાથી મુસાફરોમાં થોડીવાર માટે ગભરાટ ફેલાયો હતો, જોકે સૌ યાત્રીઓ સુરક્ષિત રહ્યા છે.

અડધા કલાક પછી ખામીની જાણ
વિમાને નિયમિત રીતે ઉડાન ભર્યા બાદ અંદાજે 30 મિનિટ બાદ પાઇલટને ટેક્નિકલ ખામીની જાણ થઈ હતી. પાઇલટે તરત જ ચેન્નઈ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથે સંપર્ક કરીને પરત ફરવા માટે મંજૂરી માગી હતી.

68 યાત્રીઓ સુરક્ષિત રીતે ઉતારાયા
વિમાનમાં મોટે ભાગે 68 મુસાફરો સવાર હતા. એરપોર્ટ અધિકારીઓએ માહિતી આપી કે વિમાન પછીથી સલામત રીતે ચેન્નઈમાં લેન્ડ થયું અને તમામ યાત્રીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા.

ઇન્ડિગોની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નહીં
આ ઘટના અંગે ઇન્ડિગો એરલાઇન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. એરલાઇન દ્વારા ટેક્નિકલ ટીમને તપાસ માટે દોરવામાં આવી હોવાનું અનુમાન છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now