Home International After Ahmedabad Plane Crash Accident News In New Jersey Airport Usa Plane Crash News In Gujarati

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફરી મોટો અકસ્માત : રનવે છોડી એરપોર્ટની દીવાલ તોડીને બહાર ભાગ્યું બેકાબૂ પ્લેન!

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફરી મોટો અકસ્માત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 03, 2025, 07:16 AM IST

Plane Crash News: અમદાવાદ વિમાન દુર્ઘટનાને હજુ માત્ર એક મહિનો જ થયો છે. ત્યારે વધુ એક વિમાન દુર્ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. જેમાં રનવે છોડી એરપોર્ટની દીવાલ તોડીને બેકાબૂ પ્લેન બહાર ભાગ્યું હોવાની માહિતી સામે આવી છે. આ ભયાનક અકસ્માતની ખબરે સૌ કોઈને હચમચાવી દીધાં છે. અમેરિકાના ન્યૂ જર્સી શહેરના એરપોર્ટ પર આ અકસ્માતની ઘટના સામે આવી. અમેરિકામાં આ પ્લેન દુર્ઘટનાથી હાલ હડકંપ મચી ગયો છે.

ન્યૂ જર્સી રાજ્યના મનુરો ટાઉનશિપ સ્થિત ક્રોસ કીઝ એરપોર્ટ (Cross Keys Airport) પર ગુરુવારની સવારે સ્કાઈડાઈવિંગ વિમાન રનવે પરથી બહાર નીકળી ગયુ અને એરપોર્ટની દીવાલ તોડી મેદાનમાં ઘૂસી પડ્યું.વિમાનમાં કુલ 15 મુસાફરો સવાર હતા જેમાંથી પાંચને ગંભીર ઇજાઓ પહોંચી છે. હાલ આ તમામ મુસાફરોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જોકે સૌથી રાહતની વાત એ છેકે, આ વિમાન દુર્ઘટનામાં કોઈ જાનહાનિની ખબર આવી નથી. પ્લેનમાં સવાર સૌ કોઈ જીવિત છે.

લેન્ડિંગ વખતે પાઈલોટે કાબૂ ગુમાવ્યાનું અનુમાનઃ
પ્રાથમિક રિપોર્ટ અનુસાર, લેન્ડિંગ દરમિયાન પાઈલોટે વિમાન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. વિમાન સીધું રનવે છોડીને બહાર નીકળી ગયું અને એરપોર્ટની બાઉન્ડ્રી વોલ તોડીને ઝાડ વચ્ચે ફસાઈ ગયું. સુખદ સંજોગોમાં વિમાનને આગ ન લાગી અને મોટી જાનહાનિ ટળી ગઈ.

તાત્કાલિક બચાવ કામગીરીઃ
ઘટનાની જાણ થતા તરત જ ગ્લોસ્ટર કાઉન્ટી ઈમરજન્સી મેનેજમેન્ટ ટીમ અને સ્થાનિક બચાવ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા. ઈમરજન્સી ટીમે મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા.

FAAએ શરૂ કરી તપાસઃ
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. તંત્રના જણાવ્યા અનુસાર અકસ્માતનું કારણ પાઈલોટની ભૂલ, મિકેનિકલ ફેલ્યોર અથવા ખરાબ હવામાન હોઈ શકે છે.

સ્કાઈડાઈવિંગ માટે ભાડે લેવાયું હતું વિમાનઃ
હવે જાણવા મળ્યું છે કે આ વિમાન સ્કાઈડાઈવિંગ માટે ભાડે લેવાયેલું હતું. Cross Keys Airport એ અગાઉ પણ વિમાન અકસ્માતોની ઘટનાઓ જોઈ છે, જેમાં 1986માં ઓછી દૃશ્યતા અને 1996માં એન્જિન ફેઈલને કારણે દુર્ઘટનાઓ થઈ હતી.

અગાઉની દુર્ઘટના હજુ તાજી છેઃ
યાદ રહે કે 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ટેકઓફ કર્યા બાદ થોડી જ વારમાં ક્રેશ થઈ હતી. 242 મુસાફરોમાંથી માત્ર એક જ વ્યક્તિ બચી શકી હતી અને વિમાનના બળી શકે તેવા સવા લાખ લીટર ઈંધણના કારણે વીજવંતુ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 30 અન્ય સ્થાનિક રહેવાસીઓના પણ મોત થયા હતા. વિમાન દુર્ઘટનાઓની ગમે ત્યાંની હોય, દરેક વખતની ઘટના એવિયેશન સુરક્ષાની ગંભીરતાને રેખાંકિત કરે છે. ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય એ માટે વધુ કડક ચકાસણીઓ અને પાઈલોટ તાલીમની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now