Home Business Adani Green World Largest Bess Project Khavda Gujarat

10 લાખ ઘરોને મળી શકે વીજળી : ખાવડામાં શરૂ થયું અદાણીનું વિશાળ બેટરી સ્ટોરેજ સિસ્ટમ

અદાણી બેટરી સ્ટોરેજના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 27, 2026, 02:10 AM IST

Adani Green Energy Limited (AGEL)એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા ખાવડામાં 3.37 ગીગાવોટ-કલાક (GWh) ક્ષમતાવાળું બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) સફળતાપૂર્વક શરૂ કર્યું છે. કંપનીના દાવા મુજબ આ ચીનની બહાર વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ છે. સાથે જ તે દુનિયામાં સૌથી ઝડપથી પૂર્ણ થયેલા મોટા એનર્જી પ્રોજેક્ટ્સમાં પણ સામેલ છે.

કંપનીએ જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માત્ર 10 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યો છે. માર્ચ 2026 માં શરૂ કરાયેલી 1.37 GWh ક્ષમતાને સમાવેશ કર્યા બાદ હવે ખાવડામાં AGELની કુલ ઓપરેશનલ BESS ક્ષમતા 3.37 GWh સુધી પહોંચી ગઈ છે.

ગ્રીન એનર્જી માટે ઐતિહાસિક પગલું

આ પ્રોજેક્ટને ભારતના સ્વચ્છ ઊર્જા પરિવર્તનમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમનો મુખ્ય હેતુ વીજ ગ્રિડની સ્થિરતા વધારવાનો, પીક અવર્સ દરમિયાન વીજ પુરવઠો મજબૂત બનાવવાનો અને રિન્યૂએબલ એનર્જી આધારિત 24 કલાક સતત વીજળી ઉપલબ્ધ કરાવવાનો છે.

વિશ્વભરમાં સોલાર અને પવન ઊર્જાના વધતા ઉપયોગ વચ્ચે મોટા પાયે એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ભવિષ્યની વીજ વ્યવસ્થાનો આધાર બની રહી છે. નિષ્ણાતોના મતે, ગ્રીન એનર્જીના સતત ઉપયોગ માટે બેટરી સ્ટોરેજ અત્યંત જરૂરી બની રહ્યું છે.

10 લાખ ઘરોને એક દિવસ સુધી વીજ પુરવઠો

કંપનીના જણાવ્યા મુજબ 3.37 GWh ક્ષમતાવાળું આ BESS એટલી ક્લીન એનર્જી સ્ટોર કરી શકે છે કે લગભગ 10 લાખ ઘરોને એક દિવસ સુધી વીજળી પૂરી પાડી શકાય.

આ ઉપરાંત આ સ્ટોરેજ સિસ્ટમ ઇન્દોર અને ચંડીગઢ જેવા શહેરો અથવા સમગ્ર ગોવા રાજ્યની પીક વીજ જરૂરિયાતને સપોર્ટ કરી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે આ સિસ્ટમ 1.2 કરોડથી વધુ LED બલ્બોને સતત 10 કલાક સુધી વીજ પુરવઠો આપવા સક્ષમ છે.

સગર અદાણીનું નિવેદન

AGELના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર Sagar Adani એ જણાવ્યું કે ભારતના સ્વચ્છ ઊર્જા પરિવર્તનના આગામી તબક્કામાં મોટા પાયે એનર્જી સ્ટોરેજની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે.

તેમણે કહ્યું કે જેમ જેમ રિન્યૂએબલ એનર્જી ક્ષમતામાં વધારો થઈ રહ્યો છે, તેમ 24 કલાક વિશ્વસનીય અને સ્વચ્છ વીજળી ઉપલબ્ધ કરાવવા માટે સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અનિવાર્ય બની રહ્યું છે. ખાવડાનો આ પ્રોજેક્ટ મજબૂત અને લવચીક ઊર્જા વ્યવસ્થાની દિશામાં મોટું પગલું છે.

આ પણ વાંચો: ભારતની પહેલી કઈ હતી UPI એપ? : જાણો કોણે કરી હતી ડિજિટલ પેમેન્ટ ક્રાંતિની શરૂઆત

આધુનિક ટેક્નોલોજીથી સજ્જ પ્રોજેક્ટ

કંપનીના જણાવ્યા મુજબ આ BESS પ્રોજેક્ટમાં એડવાન્સ એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ અને લિથિયમ-આયન બેટરી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે વધુ કાર્યક્ષમતા, ઝડપી ગ્રિડ પ્રતિસાદ અને વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત થઈ શકે છે.

ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે આવનારા સમયમાં બેટરી સ્ટોરેજ સિસ્ટમ ગ્રીન એનર્જી ક્ષેત્રમાં ગેમચેન્જર સાબિત થશે.

આ પણ વાંચો: LPG સિલિન્ડરને લઈને મોટો નિયમ બદલાયો : PNG કનેક્શન લેનારાઓને રાહત, ગેસ ડિલિવરી સમય પર પણ આવ્યું અપડેટ

ખાવડા બનશે વૈશ્વિક ગ્રીન એનર્જી હબ

કચ્છનો ખાવડા વિસ્તાર પહેલેથી જ વિશ્વના સૌથી મોટા રિન્યૂએબલ એનર્જી પ્લાન્ટ માટે ચર્ચામાં છે. અદાણી ગ્રીન અહીં વર્ષ 2029 સુધી 30 ગીગાવોટ ક્ષમતા વિકસાવવાનો લક્ષ્ય ધરાવે છે.

કંપની અનુસાર અત્યાર સુધીમાં 9.9 ગીગાવોટ ક્ષમતા કાર્યરત થઈ ચૂકી છે. સોલાર અને પવન ઊર્જા માટે અનુકૂળ પરિસ્થિતિઓને કારણે ખાવડા આગામી સમયમાં વૈશ્વિક ગ્રીન એનર્જી હબ તરીકે ઉભરી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now