ભારતમાં લાખો લોકો માટે Fixed Deposit એટલે સૌથી સુરક્ષિત રોકાણનો વિકલ્પ. શેરબજારના જોખમથી દૂર અને નિશ્ચિત વ્યાજના કારણે FD પર લોકો વર્ષો સુધી વિશ્વાસ રાખે છે. પરંતુ ઘણીવાર અચાનક પૈસાની જરૂર પડતા લોકો મેચ્યોરિટી પહેલા જ પોતાની FD તોડી દે છે. મોટાભાગના લોકો માને છે કે માત્ર નાનો Penalty Charge કપાશે, પરંતુ વાસ્તવમાં બેંક તમારા વ્યાજનું આખું ગણિત જ બદલી નાખે છે. પરિણામે તમને અપેક્ષા કરતાં ઘણું ઓછું રિટર્ન મળી શકે છે.
સમય પહેલા FD તોડવાથી શું બદલાઈ જાય છે?
ઘણા રોકાણકારો લાંબા સમય માટે વધારે વ્યાજ મેળવવા FD કરાવે છે. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિએ 5 વર્ષની FD કરાવી હોય તો તેને સામાન્ય રીતે વધુ Interest Rate મળે છે. પરંતુ જો તે વ્યક્તિ કોઈ ઇમરજન્સીના કારણે એક કે બે વર્ષમાં જ FD બંધ કરી દે તો બેંક શરૂઆતમાં નક્કી થયેલા 5 વર્ષના વ્યાજદરનો લાભ આપતી નથી.
બેંક ત્યારબાદ માત્ર એટલા સમયગાળા માટે લાગુ પડતા Interest Rate પ્રમાણે જ વ્યાજની ગણતરી કરે છે જેટલા સમય સુધી FD એકાઉન્ટ ચાલુ રહ્યું હોય. એટલે કે 5 વર્ષની જગ્યાએ 1 વર્ષ અથવા 2 વર્ષના ઓછા વ્યાજદર મુજબ આખી ગણતરી ફરી કરવામાં આવે છે.
આ કારણથી રોકાણકારને મળનારો નફો એકદમ ઘટી જાય છે.
Penalty Charge કેવી રીતે કપાય છે?
માત્ર Interest Rate ઘટાડવો જ નહીં, મોટાભાગની બેંકો Premature Withdrawal પર અલગથી Penalty પણ વસૂલે છે. સામાન્ય રીતે આ Penalty 0.5 ટકા થી 1 ટકા સુધી હોઈ શકે છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ FD પર સામાન્ય રીતે 7 ટકા વ્યાજ મળવાનું હોય અને તમે સમય પહેલા FD તોડો તો બેંક પહેલા તે સમયગાળા મુજબનો ઓછો Interest Rate લાગુ કરશે. ત્યારબાદ તેના પર વધારાનો Penalty Charge પણ કપાશે.
એટલે કે ડબલ અસર થાય છે:
પહેલા ઓછું વ્યાજ
પછી વધારાનો દંડ
આ કારણે ઘણા લોકોનું વાસ્તવિક રિટર્ન અપેક્ષા કરતાં ઘણું ઓછું થઈ જાય છે.
અલગ-અલગ બેંકોના નિયમો કેમ મહત્વના છે?
દરેક બેંકના FD Rules અલગ હોઈ શકે છે. કેટલીક બેંકો Senior Citizens માટે Penaltyમાં છૂટ આપે છે. કેટલાક બેંકો ખાસ “No Penalty FD” પણ ઓફર કરે છે.
પરંતુ અહીં પણ એક મહત્વની વાત છે. No Penalty FDમાં સામાન્ય FDની સરખામણીમાં શરૂઆતથી જ ઓછો Interest Rate આપવામાં આવે છે. એટલે રોકાણ કરતા પહેલા માત્ર જાહેરાત નહીં પરંતુ સંપૂર્ણ Terms and Conditions સમજવી જરૂરી બને છે.
કેટલાક બેંકોમાં Partial Withdrawalની સુવિધા પણ હોય છે જેમાં સંપૂર્ણ FD તોડવાની જરૂર પડતી નથી. આવી સુવિધા ઇમરજન્સીમાં વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે.
ટેક્સનું ગણિત પણ સમજી લો
ઘણા લોકો FD તોડતી વખતે માત્ર Penalty અને Interest Rate વિશે વિચારે છે, પરંતુ Taxની અસર ભૂલી જાય છે.
જો તમે મેચ્યોરિટી પહેલા FD તોડો છો તો જેટલા સમય સુધી તમારું રોકાણ બેંકમાં રહ્યું હોય તે સમયનું મળેલું વ્યાજ Taxable ગણાય છે. આ વ્યાજ તમારા Income Tax Slab મુજબ ટેક્સ હેઠળ આવે છે.
એટલે કે:
વ્યાજ ઓછું મળશે
Penalty કપાશે
Tax પણ લાગશે
આ ત્રણેય કારણો મળીને હાથમાં આવતી આખરી રકમને નોંધપાત્ર રીતે ઓછી કરી શકે છે.
ક્યારે Premature FD Break યોગ્ય ગણાય?
દરેક સ્થિતિમાં FD તોડવી ખોટી નથી. કેટલીકવાર મેડિકલ ઇમરજન્સી, બિઝનેસમાં અચાનક નુકસાન અથવા અન્ય ગંભીર નાણાકીય જરૂરિયાતમાં FD તોડવી યોગ્ય નિર્ણય બની શકે છે.
પરંતુ જો માત્ર નાના ખર્ચ અથવા ટૂંકાગાળાની જરૂરિયાત માટે FD તોડવામાં આવે તો પહેલા અન્ય વિકલ્પો તપાસવા જોઈએ. ઘણા બેંકો FD સામે Loanની સુવિધા આપે છે જ્યાં ઓછા વ્યાજે લોન મળી શકે છે અને FD પણ ચાલુ રહે છે. ફાઇનાન્સ નિષ્ણાતો ઘણીવાર સલાહ આપે છે કે લાંબા ગાળાની FD તોડવા કરતાં FD Loan વધુ સારો વિકલ્પ બની શકે છે.
રોકાણ કરતા પહેલા શું ધ્યાન રાખવું?
FD કરાવતા પહેલા માત્ર Interest Rate જોઈને નિર્ણય ન લેવો જોઈએ. રોકાણકારોએ નીચેની બાબતો સમજવી જરૂરી છે:
FD પર Premature Withdrawal Rule શું છે, Penalty કેટલો છે, Senior Citizen માટે અલગ નિયમ છે કે નહીં અને No Penalty FD ઉપલબ્ધ છે કે નહીં — આ તમામ માહિતી પહેલાથી સમજવી જરૂરી છે. સાથે જ, લાંબા ગાળાની FDમાં સંપૂર્ણ બચત રોકી દેવા કરતાં Emergency Fund અલગ રાખવો વધુ સમજદારીભર્યો નિર્ણય બની શકે છે.





