Home Gujarat Adani Green Energy Limited In Kutch Khawda Worlds Largest Renewable Energy Park Spread Over 5 Times Land Area Of Paris

કચ્છના રણમાં બનશે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક : પેરિસ કરતાં 5 ગણો મોટો, 2030 સુધીમાં થશે તૈયાર; ભારત બનશે ગ્લોબલ લીડર

કચ્છના રણમાં બનશે વિશ્વનો સૌથી મોટો ગ્રીન એનર્જી પાર્ક
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 13, 2026, 04:30 AM IST

કચ્છ: ગુજરાતના કચ્છ જિલ્લામાં પાકિસ્તાન સરહદને અડીને આવેલા ખાવડા વિસ્તારમાં અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવી રહી છે, જે અવકાશમાંથી પણ દેખાઈ શકે તેટલો વિશાળ છે. આ પ્રોજેક્ટ 538 ચોરસ કિમી (પેરિસ કરતાં 5 ગણી વધુ) જમીન પર ફેલાયેલો છે અને તેની કુલ ક્ષમતા 30 ગીગાવોટ (GW) છે, જેમાં સોલાર, વિન્ડ અને હાઇબ્રિડ ટેક્નોલોજીનો સમાવેશ થાય છે. 2026માં પહેલા ફેઝની શરૂઆત થઈ ચૂકી છે અને 2030 સુધીમાં આખો પ્લાન્ટ કાર્યરત થઈ જશે. આ પ્રોજેક્ટ ભારતને ગ્લોબલ રિન્યુએબલ એનર્જી લીડર બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે, જેમાં રૂ.1.5 લાખ કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. આ પાર્ક માત્ર વીજળી ઉત્પાદન જ નહીં, પરંતુ પર્યાવરણ સુરક્ષા, રોજગારી અને ઊર્જા સુરક્ષામાં પણ મોટું યોગદાન આપશે. આવો આ પ્રોજેક્ટની વિગતો, ખાસિયતો, પ્રગતિ અને ફાયદાઓ વિશે વિસ્તારથી જાણીએ.

કચ્છના રણમાં પેરિસ કરતાં 5 ગણી જમીન

ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છ જિલ્લાના ખાવડા વિસ્તારમાં આવેલો છે, જે પાકિસ્તાન સરહદને અડીને છે. આ પાર્ક 538 ચોરસ કિમી (લગભગ 72,600 હેક્ટર) જમીન પર ફેલાયેલો છે, જે મુંબઈ અને પેરિસ કરતાં 5 ગણો વધુ વિસ્તાર ધરાવે છે. આ વિશાળ જમીન બંજર અને રણ જેવી છે, જે સોલાર અને વિન્ડ એનર્જી માટે આદર્શ છે.

મુખ્ય ખાસિયતો

  • કુલ ક્ષમતા: 30 ગીગાવોટ (GW) રિન્યુએબલ એનર્જી ઉત્પાદન (સોલાર + વિન્ડ + હાઇબ્રિડ)

  • સોલાર: 5.5 કરોડથી વધુ સોલાર મોડ્યુલ (બાયફેશિયલ ટેક્નોલોજી)

  • વિન્ડ: 1,177 વિન્ડ ટર્બાઈન (ભારતની સૌથી મોટી 5.2 MW ટર્બાઈન્સ સહિત)

  • ટેક્નોલોજી: ઓટોમેટેડ રોબોટિક ક્લીનિંગ સિસ્ટમ (પાણી વગર સફાઈ), AI-આધારિત મોનિટરિંગ અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS)

  • બજેટ: રૂ.1.5 લાખ કરોડનું રોકાણ (અદાણી ગ્રુપ દ્વારા)

2026માં પહેલો ફેઝ, 2030 સુધીમાં પૂર્ણ

પ્રોજેક્ટનો પ્રથમ ફેઝ 2026માં શરૂ થઈ ચૂક્યો છે, જેમાં 307.4 MW ક્ષમતા કાર્યરત થઈ છે અને વીજળી ઉત્પાદન 1 જાન્યુઆરી 2026થી શરૂ થયું છે. અત્યાર સુધીમાં અદાણી ગ્રીનની કુલ કાર્યરત ક્ષમતા 17,237 MW પહોંચી છે. 2030 સુધીમાં આખો 30 GW પ્લાન્ટ પૂર્ણ થશે, જેમાં દર વર્ષે 81 બિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થશે.

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડની ભૂમિકા

આ પ્રોજેક્ટ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) દ્વારા વિકસાવવામાં આવી આવી રહ્યો છે, જે ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની છે. AGELના અનુભવ, ટેક્નોલોજી અને સપ્લાય ચેઈનથી આ પ્રોજેક્ટને વેગ મળ્યો છે.

આપણને શું ફાયદો થશે?

  • પર્યાવરણીય ફાયદો: કોલસા-ગેસની જગ્યાએ સ્વચ્છ ઊર્જા, વાર્ષિક 58 મિલિયન ટન CO2 ઉત્સર્જનમાં ઘટાડો, પ્રદૂષણ ઓછું અને સ્વાસ્થ્ય સુધારો.

  • વીજળી સપ્લાય: 1.8 કરોડથી વધુ ઘરોને સસ્તી અને અવિરત વીજળી, બ્લેકઆઉટમાં ઘટાડો.

  • ગ્લોબલ લીડરશિપ: ભારતને રિન્યુએબલ એનર્જીમાં વિશ્વનું નેતૃત્વ મળશે (2030 સુધીમાં 500 GW નોન-ફોસિલ લક્ષ્ય).

  • રોજગારી: 15,200થી વધુ નોકરીઓ (ટ્રાન્સમિશન, ઓપરેશન, મેનેજમેન્ટ, લોજિસ્ટિક્સમાં), સ્થાનિક અર્થતંત્રને બુસ્ટ.

  • ખાવડા પ્રોજેક્ટ ભારતની ઊર્જા સુરક્ષા અને આબોહવા પરિવર્તન વિરુદ્ધની લડાઈમાં માઇલસ્ટોન છે, જે ગુજરાતને ગ્લોબલ ગ્રીન એનર્જી હબ બનાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now