Home Gujarat Accused Escapes Custody After Eluding Police In Jamnagar

જામનગરમાં પોલીસને ચકમો આપી આરોપી કસ્ટડીમાંથી નાસી છૂટ્યો : SOGએ ડ્રગ્સ કેસમાં દબોચ્યો હતો, આરોપીને શોધવા પોલીસની દોડધામ

જામનગરમાં પોલીસને ચકમો આપી આરોપી કસ્ટડીમાંથી નાસી છૂટ્યો
Published by: OBS Bureau
Last Updated: Feb 08, 2026, 05:24 AM IST

જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાંથી એક ગંભીર આરોપી પોલીસને ચકમો આપી નાશી જવાની ઘટના સામે આવી છે, જેના કારણે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. અગાઉ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા પંજાબના ચાર શખ્સોને હેરોઇન ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી અંદાજે રૂ. 84 લાખની કિંમતનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું.

પોલીસ કસ્ટડીમાંથી આરોપી નાસી છૂટ્યો!

SOG એ કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આગળની કાયદેસર કાર્યવાહી માટે તમામ આરોપીઓને મેઘપર પડાણા પોલીસને સુપ્રત કર્યા હતા. આ દરમિયાન પોલીસ કસ્ટડીમાં રહેલો એક આરોપી મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાંથી તક જોઈને નાશી જવામાં સફળ થયો હતો. આરોપીએ પોલીસને ચકમો આપી ફરાર થવાથી સુરક્ષા વ્યવસ્થાઓ પર પણ સવાલો ઉભા થયા છે.

પોલીસે આરોપીની ઝડપવા ચક્રોગતિમાન કર્યા

ભાગી છૂટેલા આરોપીનું નામ વિશાલસિંઘ મટુ હોવાનું જાણવા મળ્યું છે, જે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો છે. આરોપીની ફરાર થવાની ઘટના બાદ પોલીસ દ્વારા તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસ ટીમો આરોપીને ઝડપી પાડવા માટે અલગ-અલગ વિસ્તારોમાં ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓ પણ નજર રાખી રહ્યા છે અને ફરાર આરોપીને ઝડપથી પકડવા માટે કડક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now