Home Sports According To Dale Steyn Ipl Auction 2026 Will Rain Money On These Five Players

IPL ઓક્શન 2026 માં ક્યાં પાંચ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થશે? : Dale Steyn એ 5 વિસ્ફોટક ખેલાડીઓ પસંદ કર્યા!

IPL ઓક્શન 2026 માં ક્યાં પાંચ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થશે?
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2025, 11:35 AM IST

IPL Auction 2026: સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેને પાંચ ખેલાડીઓની પસંદગી કરી છે, જેમના પર IPL ઓક્શનમાં ખૂબ પૈસાનો વરસાદ થશે. સ્ટેનને અપેક્ષા છે કે, ફ્રેન્ચાઇઝીઓએ આ ખેલાડીઓને ખરીદવા માટે પહેલાથી જ વ્યૂહરચના બનાવી હશે. સ્ટાર સ્પોર્ટ્સ પર બોલતા, સ્ટેને પાંચ સંભવિત ખેલાડીઓની પસંદગી કરી. સાઉથ આફ્રિકાના પૂર્વ બોલર ડેલ સ્ટેને કહ્યું કે, કેમેરોન ગ્રીન એક એવો ખેલાડી છે જેના પર બધી ફ્રેન્ચાઇઝીઓ નજર રાખશે. સ્ટેઈન માને છે કે, જે પણ ટીમ ગ્રીનને પોતાની ટીમમાં ઉમેરશે તેને તેની ઓલરાઉન્ડ પ્રતિભાનો ઘણો ફાયદો થશે.

કેમેરોન ગ્રીન

સ્ટેને સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું, "તેની પાસે બેટિંગ અને બોલિંગ બંને ક્ષમતાઓ છે, તેથી તે એક શાનદાર ઓલરાઉન્ડર છે. તેની બેટિંગમાં ફ્લેક્સિબિલિટી છે. જો તમે ઇચ્છો, તો તમે તેને ઓપન કરાવી શકો છો, નંબર 3 પર બેટિંગ કરી શકો છે, અથવા પછીથી તેને ક્રમમાં નીચે લાવી શકો છો, કદાચ નંબર 6 પર. તેની પાસે પાવર હીટિંગની ક્ષમતા છે, જે તમે IPL માં એક ખેલાડીમાં ઇચ્છો છો. અને પછી તે બોલિંગની શરૂઆત પણ કરી શકે છે, તેથી તે એક પર્ફેક્ટ ખેલાડી છે અને મોટાભાગની ટીમોમાં સંપૂર્ણ રીતે ફિટ બેસે છે."

ડેવિડ મિલર

સ્ટેને ડેવિડ મિલરને બીજા નંબરે પણ નામ આપ્યું છે. તેમને વિશ્વાસ છે કે, મિલર પણ ઓક્શનમાં નોંધપાત્ર રકમ મેળવશે. મિલર વિશે, સ્ટેને કહ્યું, "તે નંબર 5 પર સંપૂર્ણ રીતે ફિટ બેસે છે, ક્યારેક નંબર 4 પર પણ. તે ગેમ ફિનિશર છે, પરંતુ તે લાંબી ઇનિંગ્સ પણ રમી શકે છે. તેથી જો તમે મુશ્કેલીમાં હોવ, બે કે ત્રણ વિકેટ જલ્દી પડી ગઈ હોય, તો તે ઇનિંગ્સને એન્કર કરી શકે છે અને અંતમાં ફાયદો ઉઠાવી શકે છે. તે સૌથી ખતરનાક ખેલાડીઓમાંનો એક છે, અને તે ખરેખર હાર્ડ-હિટર છે. મિલર T20 માં પર્ફેક્ટ મિડલ-ઓર્ડર બેટ્સમેન છે. ફ્રેન્ચાઇઝી તેને મેળવવા માટે તમામ પ્રયાસો કરશે."

મથિશા પથિરાના

સ્ટેને વધુમાં કહ્યું, "પથિરાના ખરેખર અનોખા બોલર છે. તે સ્લોવર બોલ અને શાનદાર યોર્કર ફેંકે છે, અને તેના બાઉન્સરથી બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. બેટ્સમેનોને તેની બોલિંગ સમજવામાં થોડો સમય લાગે છે, જેના પરિણામે ડોટ બોલ બને છે, જે T20 ક્રિકેટમાં ખૂબ જ મૂલ્યવાન છે." સ્ટેને સ્વીકાર્યું કે, પથિરાના ટીમમાં જોડાવાથી ઘણો ફાયદો થશે. પથિરાનાને આ વખતે વધારે પૈસા મળવાની શક્યતા છે.

લિયામ લિવિંગસ્ટોન

સ્ટેને લિયામ લિવિંગસ્ટોનને નંબર 4 પર પણ પસંદ કર્યો છે. સ્ટેન માને છે કે, આ ઓક્શનમાં લિયામ લિવિંગસ્ટોન મોટો હિટ સાબિત થઈ શકે છે. અને તેના પર પણ પૈસા વરસી શકે છે.

વેંકટેશ ઐયર

સ્ટેને વેંકટેશ ઐયરનું નામ પાંચમા નંબર પર રાખ્યું. સ્ટેનને અપેક્ષા છે કે, ઐયર માટે ઓક્શનમાં ઘણી ફ્રેન્ચાઇઝીઓ એક્ટિવ થશે. સ્ટેન વિશે ઐયરે કહ્યું, "તેને બતાવ્યું છે કે, તે શું કરી શકે છે. અને તે એક હાઇ-પ્રોફાઇલ ભારતીય ખેલાડી છે જે હાલમાં રાષ્ટ્રીય ટીમ માટે રમી રહ્યો નથી. પરંતુ તેની પાસે ઘણો અનુભવ છે, અને જ્યારે તમારી પાસે તે હોય છે, ત્યારે અન્ય ખેલાડીઓ તેનાથી પ્રેરણા મેળવે છે. તે બીજા બધા ખેલાડીઓને એકસાથે લાવશે, જે હંમેશા સારો સંકેત છે." વેંકટેશ ઐયરને કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2025 ની મેગા-ઓક્શનમાં ₹23.75 કરોડમાં ખરીદ્યો હતો. જોકે, ગયા સિઝનમાં તે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો, જેના કારણે ત્રણ વખતની ચેમ્પિયન, KKR દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. સ્ટેન માને છે કે ઐયર કોઈપણ ટીમ માટે "એક્સ-ફેક્ટર" બની શકે છે, ખાસ કરીને તેના અનુભવને જોતાં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now