Home Gujarat Abvps Uproar Against Girish Bhimani In Amreli

અમરેલીમાં ABVPનું હલ્લાબોલ : 'ગીરીશ ભીમાણી હાય હાય'ના નારા લાગ્યા!, છેડતીનો આક્ષેપ

અમરેલીમાં ABVPનું હલ્લાબોલ
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2026, 07:39 AM IST

Amreli News : અમરેલીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા જોરદાર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણી દ્વારા વિદ્યાર્થીની છેડતીનો આક્ષેપ કરાયો છે અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

'ગીરીશ ભીમાણી હાય હાય'ના નારા લાગ્યા!

ABVP કાર્યકર્તાઓએ અમરેલીની BCA કોલેજના કેમ્પસમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન “ગીરીશ ભીમાણી હાય હાય”ના નારા લગાવવામાં આવ્યા હતા. સાથે જ ABVP દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર મામલે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

'પાંચ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરી હતી'

ABVPનો આરોપ છે કે ગિરીશ ભીમાણીએ રાજસ્થાનમાં પાંચ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કરી હતી. ખાસ કરીને રાજસ્થાનના આબુ ખાતે આવેલા એક આઇસક્રીમ પાર્લરમાં પાંચ વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ABVP દ્વારા આ ઘટનાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ગિરીશ ભીમાણી છેડતી કરતા નજરે પડે છે તેમ સંગઠનનું કહેવું છે.

'જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે'

આ મામલે ABVPએ પોલીસ ફરિયાદ નોંધવાની કડક માંગ કરી છે અને દોષિત સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી થાય તે માટે સુત્રોચાર કર્યા હતા. વિદ્યાર્થી સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું કે, વિદ્યાર્થીનીઓની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનો સમજૂતો કરવામાં નહીં આવે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now